ચોમાસાના વિદાયની આગાહી આવી ગઈ, 36 કલાક મેઘરાજા ધોધમાર બેટિંગ કરશે, પછી આ તારીખથી ચોમાસું લેશે વિદાય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Rain Forecast : રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત (Weather expert) પરેશ ગોસ્વામી (Paresh Goswami) દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે 24થી 36 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠાના પશ્ચિમ ભાગો અને પાટણ અને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 

કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે’

પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ આવી શકે છે. આવતીકાલે કચ્છના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની સંભાવના છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે, જેમાં આજથી ઘટાડો નોંધાયો છે, ત્યારે દ. ગુજરાતમાં પણ આજથી વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

 

 

જવાન OTT પર સ્ટ્રીમિંગ માટે તૈયાર, શાહરૂખ ખાનની ફિલ્મ ડિલીટ કરેલા સીન સાથે રિલીઝ થશે

છૂપાવવા છતાં કલોક ભાજપનો ઉકળાટ બહાર આવી ગયો, ધડાધડ 9 કોર્પોરેટરના રાજીનામાં, સામે આવ્યું વિવાદનું મોટું કારણ

નવી સંસદ ભવન કાર્યરત થતાં જ અનેક સવાલનો ખડકલો, તો હવે જૂની સંસદનું શું થશે? સરકારે આપ્યો કંઇક આવો અટપટો જવાબ

 

 

’22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થશે’

વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઈ શકે છે, તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની કોઈ સંભાવના નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ લેશે તેમ જણાવ્યું છે.

 


Share this Article