રાજ્યમા માત્ર 2 જ મહિનામાં 26 કરોડની વીજચોરી પકડાઈ હોવાનુ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હવે આ મામલે રાજકોટ PGVCLના MDએ લાલ આંખ કરી છે અને વીજચોરી કરનાર સામે કડક કાર્યવાહીની વાત કરી છે. માત્ર રાજકોટ જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં મે મહિના દરમિયાન ભારે વિજચોરી થઈ હોવાનુ સામે આવ્યુ છે.
આ અગાઉ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમા એપ્રિલ મહિનામાં 27.84 કરોડની વીજચોરી પકડાઈ હતી. રાજકોટ બાદ બીજા ક્રમે ભાવનગર અને ત્રીજા ક્રમે રાજકોટ ગ્રામ્યમાંથી વીજચોરી ઝડપાઇ હતી. આ શિવાય જામનગર, અંજાર, ભાવનગર, સુરેન્દ્રનગરમાંથી 2-2 કરોડથી વધુની વિજચોરી પકડાઈ હોવાનુ સામે આવ્યુ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત કુલ 26 કરોડની વીજચોરી ઝડપાઇ છે જેમા સૌરાષ્ટ્રમાં 11 હજાર વીજ કનેક્શનમાં થતી વીજચોરી મામલે કાર્યવાહી પણ કરવામા આવી છે. આંકાડાઓની વાત કરીએ તો 4 કરોડની વીજચોરી રાજકોટમાં ઝડપાઈ છે જે સમગ્ર સૌરાષ્ટ્રમાથી સૌથી વધુ છે.