Rajkot News: કહેવાય છે કે હાથમાં રહેલું કોઈ છીનવી શકે છે, પણ નસીબમાં રહેલું કોઈ છીનવી શકતું નથી. આવી જ એક કહેવતને સાર્થક કરતું એક નામ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઈ રહ્યું છે. આ નામ એટલે હંસાબેન ભરતભાઈ પરમાર….
આજથી અંદાજે એક વર્ષ પહેલા જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના પ્રચારમાં ગયેલા હંસાબેન ખૂબ જ વાયરલ થય ગયેલા. ત્યારે તો લોકો એ એમના શબ્દોને ખૂબ હસી મજાકમાં લીધેલા અને એમના પર ઘણા વિડિયો બનાવેલા. પણ હાલમાં એમના એ વખતના શબ્દો ખૂબ ટ્રેડિંગમાં ચાલી રહ્યા છે.
હંસાબેન રાજકોટના મવડી ફાયર બ્રિગેડ વિસ્તારના રહેવાસી છે. ખૂબ મધ્યમ પરિવારમાંથી આવે છે. ઘરકામ કરીને ઘર ચલાવે છે. એમના પરિવારમાં એમના બે દીકરા અને બે દીકરીઓ છે. દીકરીઓ હાલ સાસરે છે, અને તે પોતાના બે દીકરાઓ સાથે જીવન પસાર કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી અચાનક કોઈએ એમના દીકરાને આ વીડિયો બતાવ્યો ત્યારે પેલા તો તેઓને ખૂબ દુઃખ થયું કે એમના મમ્મીના કોઈ આવા ખરાબ રીતે રોસ્ટિંગ વીડિયો બનાવે છે અને એમની આટલી મજાક ઉડાવે છે. મનોરંજનને માત્ર મનોરંજનની જેમ લેવું જોઇએ, કોઈની લાગણી દુભાય એવી ખોટી રીતે કોઈના અવાજનો દુરુપયોગ ન કરવો જોઇએ. હંસાબેનની ઉંમર અત્યારે 50 વર્ષની છે, તેઓ આ ઉંમરે પણ ઘરકામ કરીને પોતાનું ઘર ચલાવે છે. કોઈ પાસે હાથ લાંબો નથી કરતા, સ્વાભિમાનથી જીવે છે.
વીડિયો વાયરલ થયા પછી તેઓ જણાવે છે કે પેલા તો મને ખૂબ અફસોસ થયો કે ક્યાં હું આવા રાજકારણમાં પ્રચાર કરવા ગઈ અને લોકોએ મારો આવો વીડિયો બનાવી નાખ્યો. પણ પછી ધીમે ધીમે જ્યારે બધા લોકો એમની સાથે ફોટો પડાવા ને એમનો ઓટોગ્રાફ માગવા આવતા ત્યારે એમને થયું કે લોકો આટલા બધા મને ઓળખવા લાગ્યા. દ્વારકાની ઘટના વિશે પણ હંસાબેને ખુલીને વાત કરી કે અમે ત્યાં ગયા પણ કંઈ જમવાની સરખી વ્યવસ્થા નહોતી. કાચા પાકા દાળભાત ખાઈને અમારે પાછું આવવું પડ્યું.
ઘણા ન્યૂઝ ચેનલ વાળા એમનું interview કરવાની પણ માંગણી કરી ત્યારે તેઓએ બધાંને ચોખા શબ્દોમાં ના પાડી દીધી. કેમ કે આજે હંસાબેન કોઈ પ્લેટફોર્મના માધ્યમથી ઓળખાણ ના મોહતાજ નથી રહ્યા. આજે ના માત્ર ગુજરાત, પરંતુ ભારતના ઘરે ઘરમાં હંસાબેનનું નામ ગુંજી રહ્યું છે. બાળકથી લઈને વડીલો સુધી એમના અવાજના ચાહકો બહોળી સંખ્યામાં છે.
View this post on Instagram
તેઓ પોતે પણ જણાવે છે કે અત્યારે બજારમાં મોઢું બાંધીને પણ નીકળું તો લોકો મને ઓળખી જાય છે અને ઘેરી વળે છે, એક વખત સિવિલ હોસ્પિટલમાં ગયેલા ત્યાં હોસ્પિટલના સ્ટાફ વાળા એમના સાથે ફોટો પડાવવા ને ઓટોગ્રાફ લેવા માટે આવી ગયા. ત્યારે એમને થયું કે આટલા ભણેલા લોકો મારા સાથે ફોટો પડાવવા ને મારો ઓટોગ્રાફ લેવા આવ્યા ? એક સમયે મને કોઈ ઓળખતું પણ નહોતું ને અત્યારે આટલા લોકો મારા ચાહકો છે.
હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ
રાતોરાત સોશિયલ મીડિયાથી ફેમસ થઈ ગયેલા હંસાબેન એ પોતાનું પર્સનલ ઈન્સ્ટાગ્રામ આઈડી પણ બનાવેલું છે અને પોતાની YouTube ચેનલ પણ બનાવેલી છે. જેમનો હેતુ લોકોને મનોરંજન પૂરું પાડવાનો અને હસાવવાનો છે.