Gujarat News: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી આકાશમાંથી આગ વરસી રહી છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં તો સખત ગરમી પડી રહી છે. ત્યારે રાજકોટથી એક ખરાબ અને ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લાં 48 કલાકમાં જ રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને 44 કિસ્સાઓ સામે આવ્યાં છે કે જેમને 108 સેવા દ્વારા સારવાર કરવામાં આવી અને દવાખાને ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને પણ લોક સેવામાં સજ્જ રાખવામાં આવી છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સમાં દવાઓ, સંસાધનો, ઈન્જેકશન, ઓઆરએસ, ગ્લુકોઝ, સહિત ઓક્સિજનનો જથ્થો પૂરતો છે એની પણ સાર સંભાળ લેવામાં આવી રહી છે.
હજુ તો શિયાળાએ વિદાય લીધી છે ત્યાં જ ઉનાળાએ પોતાનો આકરો મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે. લોકોને ડર છે કે જ્યારે ઉનાળો બરાબરનો જામશે ત્યારે શું હાલત થશે. આટલી ગરમીમાં પણ રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 44 જેટલા લોકોને ગરમી લાગવાના કારણે નજીકની હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
વિગતો મળી રહી છે કે રાજકોટ શહેરમાં પણ છેલ્લા થોડા દિવસ થયા ગરમીનો પારો 37 ડીગ્રીને પાર જાય છે. શહેરના અનેક એવા વિસ્તારો પણ છે કે, જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે.