Rajkot News: રાજકોટનાં ખ્યાતનામ ડૉ. રાહીલ અનડા દ્વારા મતદાન જાગૃતિ માટે સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટ શહેરનાં ખ્યાતનામ એન્ડૉડૉન્ટિસ્ટ ( રૂટ કેનાલ સ્પેશિયાલીસ્ટ) દ્વારા મતદાન ની તારીખ ૭/૦૫ થી ત્રણ દિવસ એટલે કે તા. ૯/૦૫ સુધી ફ્રી ડેન્ટલ ચેકઅપની ઓફર કરવામાં આવી છે.
પોતાની વોટિંગ ફિંગર વાળી સેલ્ફી બતાવી કોઇપણ વ્યક્તિ આ ઓફરનો લાભ લઈ શકે છે. ૧૮ વર્ષની નીચેની વ્યક્તિ પોતાના કોઈપણ ફેમિલી મેમ્બરની વોટિંગ ફિંગર વાળી સેલ્ફી બતાવી ઓફરનો લાભ મેળવી શકે છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
વધુમાં આ ઓફરનો લાભ લેનારને ચુંટણી પરિણામો જાહેર થાય ત્યાં સુધી તમામ પ્રકારની સારવાર માં ૧૦ % ની વિશેષ છૂટ પણ આપવામાં આવશે. વધુમાં વધુ લોકો લોકશાહીનાં આ પર્વમાં પોતાના કિંમતી મતનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ માટે કરે તેવા ઉમદા આશયથી આ ઓફર દ્વારા અપીલ કરવામાં આવી છે.