આણંદ જિલ્લાના સોજીત્રાનાં ડભોઉ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર એસઓજી પોલીસે છાપો મારી કારમાંથી ૧૯.૬૮૦ ગ્રામ એમડીએમ ડ્રગ્સ સાથે રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રીનાં પુત્ર સાથે ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે ૧.૯૬ લાખના ડ્રગ્સ સાથે ૫.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આણંદના ર્જીંય્ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સોજીત્રાના ડભોઉ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પર છાપો મારી એક કારને ઝડપી પાડી કારની તલાસી લેતા કારમાંથી ૧૯.૬૮૦ ગ્રામ સ્ડ્ઢસ્ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર રાજકોટનાં તાલુકા ભાજપના મહામંત્રી સુરેશ રૈયાણીનાં પુત્ર રોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચારને ઝડપી પાડયા હતા. પોલીસે કારની તલાસી લેતા મળી આવેલા ડ્રગ્સનાં જથ્થાની હ્લજીન્ અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતા મળી આવેલું ડ્રગ્સ સ્ડ્ઢસ્ ડ્રગ્સ જે રેવ પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ૧.૯૬ લાખની કિંમતનો ૧૯.૬૮૦ ગ્રામ સ્ડ્ઢસ્ નો જથ્થો કબ્જે કર્યો હતો.
પોલીસે કારમાંથી રાજકોટના તુષાર ઉર્ફે ભુરો જીવરાજભાઈ સાંગાણી, રોહન શૈલેષભાઇ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણાં, તરોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચાર શખ્સોની ઘરપકડ કરી હતી. ડ્રગ્સ સાથે પકડાયેલા ચાર પૈકી એક આરોપી રોહન સુરેશભાઈ રૈયાણી રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રી સુરેશભાઈ રૈયાણીનો પુત્ર હોવાનું ખુલતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
પોલીસે સ્ડ્ઢસ્ ડ્રગ્સ સાથે પાંચ મોબાઈલ ફોન,એક ઈલેક્ટ્રોનિક વજન કાંટો, અને કાર સાથે ૫.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સોજીત્રા પોલીસ મથકે નાર્કોટીકસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા માટે અહીંયા આવ્યા હતા તેની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.