Rajkot News: મળતા તાજા મસાચાર અનુસાર રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં જનરેટર માટે 2 હજાર લીટર ડીઝલ અને 1500 લીટર પેટ્રોલ ભરીને રાખવામાં આવ્યું હતું. હવે જો આ પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ આગમાં ફાટી હોત તો કદાચ મૃત્યુઆંક ડબલ હોત.
હાલમાં રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે, પરંતુ જો પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ ફાટી હોત તો કદાચ 50થી વધારે લોકો કાળનો કોળિયો થઈ જાય. પરંતુ સદનસીબે એવું કંઈ થયું નથી. રાજકોટ આગકાંડમાં 28 મૃતકોમાંથી 9 બાળકો હોવાનો ખુલાસો થયો છે. નિર્દોષ ભૂલકાં અને સગીરોના મોત બાદ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે.
રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. રાજકોટનું આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. મહત્વનું છે કે ખાલી એક કલાકની અંદર જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
રાજકોટ ગેમ ઝોન અકસ્માત કેસમાં કલેકટરે જણાવ્યું હતું કે આગ વીજ કારણોસર લાગી હતી. જો કે હજુ સુધી મુખ્ય કારણ બહાર આવ્યું નથી. સૌથી મોટી વાત કે આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી એનઓસી મળી ન હતી. આ અંગે વધુ માહિતી વિભાગમાંથી જ મળશે. જે પણ દોષિત સાબિત થશે એમને કડડમાં કડક સજા ફટકારવામાં આવશે એવો પણ આદેશ આપવામાં આવ્યો છે.