Rajkot News: મોરબી શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો છે. રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલને હવે કોર્ટમાંથી પણ મોટો ઝટકો મળ્યો છે. રાણીબા સહિત તમામ આરોપીઓના આગોતરા જામીન નામંજૂર થયા છે. આ અંગેની મોરબી સેશન્સ કોર્ટમાં અરજી પર સુનાવાણી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી વિભૂતિ પટેલ ઉર્ભે રાણીબા સાથે તેના ભાઈ સહિત પાંચ આરોપીઓએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ આજે રાણીબાને મોટો ઝાટકો મળ્યો છે. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવાનને મોઢામાં મુકાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો અને પછી ઢોર માર માર્યો હોવાની પણ વિગતો બહાર આવી રહી છે.
આ કેસમાં પીડિત નિલેશ દલસાનિયા દલિત સમુદાયનો હોવાનું કહેવામાં આવે છે. નિલેશને આવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે સતત 18 દિવસના કામ દરમિયાન પટેલ પાસેથી તેના પગાર વિશે પૂછપરછ કરી હતી.
કંપનીના માલિકની ઓળખ વિભૂતિ ઉર્ફે રાણીબા પટેલ તરીકે થઈ હતી. તે સિરામિક કંપનીમાં પ્રમોટર તરીકે કામ કરે છે. પટેલ અને આ ગુનામાં સામેલ અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતા અને અત્યાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.