ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી ઝડપી ફિલ્ડર, સૌથી ઓછા સમયમાં ઓવર પૂરી કરનાર બોલર અને જરૂર પડ્યે ઝડપી ઇનિંગ્સ રમનાર ખેલાડી… રવિન્દ્ર જાડેજા. જેમના માટે ધોનીએ એકવાર ટ્વીટ કર્યું હતું કે જ્યારે ભગવાનને ખબર પડી કે રજની સર વૃદ્ધ થઈ રહ્યા છે ત્યારે તેણે સર રવિન્દ્ર જાડેજાને બનાવ્યા. 2012માં જાડેજા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારનાર વિશ્વનો આઠમો અને પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ પણ જાડેજાના નામે છે.
માતાનું સપનું હતું દીકરો ક્રિકેટર બને
લુનામાં મેચ રમતા જાડેજા આજે ઓડી અને બીએમડબલ્યુ જેવા વાહનો ધરાવે છે. તાજેતરમાં જ જાડેજા 5 મહિના બાદ ટેસ્ટ મેચમાંથી ભારતીય ટીમમાં પરત ફર્યો છે. હાલમાં, જાડેજા તેના સારા પ્રદર્શનની સાથે-સાથે ICC દ્વારા તેના પર લગાવવામાં આવેલા દંડને કારણે પણ ચર્ચામાં છે.
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર આર્મીમાં જોડાય અને સૈનિક બને. પરંતુ જાડેજાનું મન માત્ર ક્રિકેટમાં જ હતું. દિવસ-રાત તે માત્ર ક્રિકેટર બનવાના સપના જોતો હતો. જાડેજાની માતા લતા જાડેજાનું સપનું હતું કે તેમનો દીકરો ક્રિકેટર બને.
જાડેજાએ રાજકોટમાં ખોલી ‘જડ્ડુઝ ફૂડ ફિલ્ડ’ રેસ્ટોરન્ટ
જોકે માતા ક્યારેય પોતાના પુત્રને ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોઈ શકી નથી. વર્ષ 2005માં કાર અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. ત્યારે રવિન્દ્ર જાડેજા 17 વર્ષનો હતો. જાડેજાને 10 ફેબ્રુઆરી 2009ના રોજ વાદળી જર્સીમાં રમવાની પ્રથમ તક મળી. IPL 2022 માં, CSK એ તેના ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા હતા જેમાં રવિન્દ્ર જાડેજાને સૌથી વધુ કિંમતે જાળવી રાખવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાને CSKએ રૂ. 16 કરોડમાં જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને રૂ. 12 કરોડમાં જાળવી રાખ્યો હતો. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
જાડેજાને કોઈ ‘સર’ કહે તે પસંદ નથી
આજે ઘણા લોકો રવિન્દ્ર જાડેજાને ‘સર જાડેજા’ના નામથી જાણે છે. તેને આ નામ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીના એક ટ્વિટ બાદ મળ્યું હતું. ધોનીએ પોતાના ટ્વિટમાં લખ્યું, “જો તમે ‘સર જાડેજા’ને 1 બોલમાં 2 રન આપો છો, તો તે બાકીના બોલથી જીતી જશે”. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જાડેજાએ કહ્યું કે તેને હવે ‘સર’ કહીને સંબોધવાનું પસંદ નથી. પાછળથી એ જ ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેમને સરને બદલે બાપુ કહેવામાં આવે તો સારું લાગશે. બાપુ એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, જેને આપણે માન આપીએ તેને તમે બાપુ કહીને બોલાવો.
આટલી પ્રોપતીનો છે માલીક
જાડેજાનો ગુજરાતના જામનગરમાં રોયલ લુકનો ડિઝાઇનર બંગલો છે. આ ચાર માળના બંગલામાં મોટા દરવાજાથી લઈને વિન્ટેજ ડિઝાઈનનું ફર્નિચર અને ઝુમ્મર બધું જ છે. તેમના આ આલીશાન ઘરનું નામ રોયલ નવઘન છે. આ બંગલા સિવાય જાડેજાનું એક ફાર્મ હાઉસ પણ છે. તેમના ફાર્મ હાઉસનું નામ ‘મિસ્ટર જદ્દુનું ફાર્મ હાઉસ’ છે. આ ફાર્મ હાઉસમાં જડ્ડુ ઘણીવાર ઘોડેસવારી માટે જાય છે. જાડેજા ક્રિકેટમાંથી મુક્ત થયા બાદ ઘોડેસવારી કરવામાં વધુ સમય વિતાવે છે. પરંતુ ઘોડાની સાથે જાડેજા પાસે લક્ઝુરિયસ વાહનોનું પણ અદ્ભુત કલેક્શન છે.
જાડેજા પાસે છે લક્ઝુરિયસ કાર કલેક્શન
ફોર્ડ એન્ડેવર રવીન્દ્ર જાડેજાના ગેરેજમાં પાર્ક છે જે તેણે મે 2020માં ખરીદ્યું હતું. આ સાથે જાડેજા પાસે ઓડી Q7 પણ છે, જે તેણે એપ્રિલ 2016માં ખરીદી હતી. તેની પાસે BMW X1 કાર અને હાયાબુસા બાઇક પણ છે. જાડેજા ક્રિકેટ અને બ્રાન્ડ ઉપરાંત રેસ્ટોરાંમાંથી કમાણી કરે છે. અન્ય ક્રિકેટરોની જેમ જાડેજા પણ ગુજરાતમાં એક રેસ્ટોરન્ટ ધરાવે છે.
પૃથ્વી પર પહેલી દુલ્હન કોણ હતી, લગ્નની પરંપરા કેવી રીતે શરૂ થઈ? કોણે નિમયો બનાવ્યા, જાણો દરેક જવાબ
2012માં, ભારતીય ટીમમાં પદાર્પણ કર્યાના ત્રણ વર્ષ બાદ, જાડેજાએ રાજકોટમાં ‘જડ્ડુઝ ફૂડ ફિલ્ડ’ નામની રેસ્ટોરન્ટ ખોલી. આ રેસ્ટોરન્ટ તેના શાકાહારી ભોજનની સાથે સાથે ટુરિસ્ટ સ્પોટ માટે પણ જાણીતી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં વ્યસ્ત રહેતી જાડેજાની રેસ્ટોરન્ટની દેખરેખ તેની બહેન નૈના કરે છે.