વરસાદની સિઝન શરુ થતાની સાથેજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઇ છે. દર વર્ષે વરસાદ પડતાની સાથેજ અમદાવાદમાં રસ્તાઓ પર ખાડા પાડવાની અને પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વરસાદ પડશે એટલે રોડ પર ખાડા પડશે એટલે મીડિયા આંગળી કરશે. ત્યારે એ ખાડાઓ પુરવાનું કામ ઝડપથી કરવાની સલાહ કોર્પોરેશનને તેઓએ આપી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ મોન્સુન પ્લાન વરસાદ પડતાં જ ધોવાઈ જાય છે. ઠેર ઠેર ભુઆઓ અને ખાડા પડે છે ત્યારે કોર્પોરેશનની નિષ્ફળતાની નોંધ મીડિયામાં લેવાતી હોય છે. કોર્પોરેશન ખાલી જગ્યાઓ માટે ભરતી થયા બાદ ઉમેદવારોને નોકરીના નિમણુક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે AMC કમિશનર અને અધિકારીઓને સારામાં સારા રોડ પર ફરી શકો એવી પરિસ્થિતિનું અત્યારથી જ આયોજન કરી દેવાની સલાહ તેઓએ આપી હતી.
OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હમણાં વરસાદમાં ખાડાઓ પડશે એટલે પેપર અને મીડિયા આંગળી કરશે.પણ એ સમજવું જરરી છે કે અમદાવાદનો જે ગતિથી વિકાસ થાય છે તેના કારણે પણ પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે. તેથી વરસાદ આવે તે પેહલા આયોજન કરી દેવાની સલાહ તેઓએ આપી હતી. જેમાં વરસાદ પડતાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હોય છે. ત્યારે એવા વિસ્તારમાં લોક ભાગીદારીથી સોસાયટીઓમાં પરકોલેટિંગ વેલ બનાવવા સોસાયટીમાં વ્યવસ્થા કરવાની સલાહ પણ આપી હતી. જેથી જે પાણીના તળ ઉંડા જતા રહ્યા છે તે પાણીનું સ્તર ઊંચુ આવે.