ગુજરાતમા હાલ ચારેતરફ નવરાત્રીનો રંગ જામ્યો છે. ખેલૈયાઓનો ઉત્સાહ સાતમે આકશે છે. આ વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જો કે ગુજરાતીઓએ આ વિધ્ન માટે હવે ઉપાય શોધી કાઢ્યો છે. વરસતા વરસાદમા પણ ગરબાની ધૂમ મચાવવા માટે ખેલૈયાઓ માટે આયોજકોએ વોટર પ્રૂફ ડોમની પણ વ્યવસ્થા કરી છે. આવો જ નજરો સેલવાસમાં જોવા મળ્યો છે જ્યા રોટરી ક્લબ દ્વારા સેલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ અહી 2 હજારથી વધુ લોકો માટે રમવા અને બેસવાની વ્યવસ્થા છે. આ સાથે વોટરપ્રૂફ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેથી મેધરાજા રંગમા ભંગ ન પાડે. આ વર્ષે દાદરા નગર હવેલીમાં પણ ભવ્ય નવરાત્રીનુ આયોજન છે. આ માટે અહીના આયોજકોએ વરસતા વરસાદમાં પણ ગરબા રમી શકાય તે માટે વોટર પ્રૂફ ડોમ તૈયાર કરાવી નાખ્યુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં રાજ્યમા સામાન્ય વરસાદ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેધમહેર રહેશે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ અને ઝાટપાની શક્યતા સેવાઇ છે. 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો અને 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. આ બાદ 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 23થી 25 સપ્ટેમ્બરમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી શકે છે.