વડોદરના પ્રબોધસ્વામી જૂથના એક સંતે આપેલા નિવેદનને લઈને હવે વિવાદ સર્જાયો છે. સાધુ આનંદસાગરે આ વિવાદિત નિવેદન અમેરિકામાં એક ધાર્મિકપ્રવચન આપતા સમયે આપ્યુ છે. આ અંગેનો વીડિયો સુહૃદયમ પરિવાર શિબિર દરમિયાનનો છે જે યુ ટ્યૂબ ઉપર ‘અક્ષરયાત્રા’નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામા આવ્યો છે. આ નિવેદન ભગવાન શિવનાં ગૌરવ અને મહાનતાને હીણપત લાગે તેવું છે.
હવે પ્રેમસ્વરૂપ જૂથના હરીભક્તોએ પ્રવચનનો વીડિયો ચારેતરફ વાયરલ કરી દીધો છે. આ સાથે તેઓએ આ વાતોમા મસાલો આપતા પ્રેમસ્વરૂપ જૂથના હરિભક્તોએ આ વીડિયોને વધુમાં વધુ વાયરલ કરવા કહી છે. હવે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ મામલે હવે વિવિધ સામાજિક સંગઠનો, સાંસ્કૃતિક સંગઠનો પણ મેદાને આવ્યા છે.
મળતી માહિતી મુજબ રાજકોટ બાર એસોસિએશન આ મામલે ટિપ્પણીના વિરોધમાં સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ સાથે તેઓએ સ્વામીના ફોટાનું દહન પણ કર્યું હતું અને હવે આનંદસાગર સ્વામી વિરુદ્ધ કેસ દાખલ કરવા માગ કરી છે. એસોસિએશનનુ કહેવુ છે કે ” જો કોઈ સ્વામી વિરુદ્ધ કેસ કરાશે તો બાર એસોસિએશન નિઃશુલ્ક કેસ લડશે.
આ સાથે દશનામ ગોસ્વામી સાધુ સમાજના સાધુઓ પણ આ ટીપ્પણીનો વિરોધ કર્યુ હતુ અને ગોસ્વામી સાધુ સમાજના સભ્યો રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ પહોંચી ગયા હતા. `ભગવા રંગ ભોલે કા’ સૂત્રઉચ્ચાર સાથે શિવના અપમાનના મામલે કાર્યવાહીની માંગણી કરી હતી. રાજકોટમાં સનાતન હિંદુ સમાજના અગ્રણીઓ, બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા બી ડિવિઝન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આનંદ સાગર સ્વામીના પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા.