વ્યસનની જાળમા ફસાયેલા લોકોને જીવનનો સાચો રસ્તો બતાવવા આમ તો ઘણા અભિયાનો અને યોજનાઓ ચાલી રહી છે. આજે અહી એકલા હાથે આ કામ કરી રહેલા એક વ્યક્તિની વાત થઈ રહી છે. અમરેલીમા આવેલા સાવરકુંડલામાં રહેતા સૈયર દાદાબાપુ કાદરીએ આ બીડુ ઉપાડ્યુ છે. મળતી માહિતી મુજબ સૈયર દાદાબાપુ કાદરીએ 9 વર્ષ પહેલા પાંચ વ્યક્તિને વ્યશનથી મુક્ત કર્યા હતા. આ બાદ અત્યારસુધી તેઓ સતત આ કામ કાઈ રહ્યા છે.
માહિતી મુજબ તેઓએ અત્યારસુધીમા 95 હજાર લોકોને વ્યસનથી દૂર કર્યા છે. આ આખુ કામની શરૂઆત ત્યારે થઈ જ્યારે દાદાબાપુ કાદરીએ જોયુ કે વ્યસનને કારણે કેટલાય પરિવારો શારીરિક, માનસિક, આર્થીક રીતે હેરાન થઈ રહ્યા છે. તેમણે આ કાજ્મ માટે એક ટીમ બનાવી અને એવા પાંચ લોકોની પસંદગી કરી જેઓ 40 વર્ષથી દારૂ પીતા હતા. તેમને આ વ્યસનથી દૂર કર્યા અને અત્યારસુધીમા આવા 95 હજારથી વધુ લોકોનુ વ્યસન છોડાવવામા સફળતા મળી છે.