CNG ગેસ વાહનચાલકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાતે હડતાળ ચાલુ કરવાની જાહેરાત કરી છે અને આ દરમિયાન CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે આજે ગુજરાત રાજ્યના CNG ડીલર્સની મિટીંગ મળી હતી. આ દરમિયાન 03.03.2023ને શુક્રવારે સવારે 07 કલાકથી અચોક્કસ મુદ્દત માટે CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી સામે આવી છે જે બાદ CNG ગેસના વપરાશકર્તાઓ ચિંતામા મૂકાયા છે.
FGPDAનો CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય
આ વિવાદ અંગે વિગતે વાત કરીએ તો CNGના વેચાણ માટેનુ ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી વધ્યુ નથી. આ માટે પત્રો, મિટીંગો કરી સરકારનુ ધ્યાન દોરવામા પણ આવ્યુ છે. આ પછી પણ આ મામલે સરકારે કોઈ નિર્ણય લીધો નથી જેથી હવે 3 માર્ચથી CNG વેચાણ બંધ કરવાનો નિર્ણય ફેડરેશન ઓફ ગુજરાતે લીધો છે. આ સાથે હડતાળ ચાલુ કરવાની ચિમકી આપવામા આવી છે.
ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી વધ્યુ નથી
આ મામલે FGPDAના તમામ કમિટી સભ્યોએ સૂચના જાહેર કરી છે જેમાં લખ્યું છે કે, CNG ડીલર માર્જીન છેલ્લા 55 મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યુ નથી. આ માટે હવે રાજ્યના તમામ CNG ડીલરોએ તા.3-3-2023ને શુક્રવારે સવારે 7 કલાકથી CNGનું વેચાણ અચોક્સ સમય માટે બંધ રહેશ. ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડીલર્સ પણ આપણી સાથે બંધમાં જોડાયા છે.
BEAKING: હોળી પહેલા નવી હોળી, LPG ગેસના બાટલામાં સીધા 50 રૂપિયાનો વધારો, નવો ભાવ રડાવી દેશે!
શું નદીમાં સિક્કો ફેંકવાથી મનની ઈચ્છાઓ પૂરી થાય છે? જાણો તેની પાછળનું વિજ્ઞાન અને જ્યોતિષ શું છે
હોળીના માત્ર 3 દિવસ બાદ આ રાશિના લોકો જોરશોરથી ઉજવણી કરશે, રાતોરાત બની જશે કરોડપતિ
મળતી માહિતી મુજબ CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં આવી રહ્યુ નથી જેથી આ સમગ્ર મામલો વણસ્યો છે. હવે આ મુદ્દે રાજ્યના સી.એન.જી પંપના ધારકો હળતાળ કરશે અનેજ્યા સુધી તેમની માંગ પુરી ન થાય ત્યાં સુધી હડતાળ યથાવત્ રાખવાની વાત તેઓએ કહી છે.