સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ (દિવ્યાંગ અનાથ બાળકો માટેની) સંસ્થામાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોનો સતત વધારો થતો રહે છે. હાલ આવા બાળકોની સંખ્યા ૮૩ થઈ ગઈ છે. તેથી બાળકોનો સમાવેશ કરવા માટે સંસ્થામાં સંસ્થામાં નવું ભવન બનાવવાનું નક્કી કરેલ છે.
જે માટે પરમ પૂજ્ય બા.બ્ર. સાધનાબાઈ મં. સા. તથા પરમ પૂજ્ય બા.બ્ર. સંગીતાબાઈ મ. સા. ની પ્રેરણાથી દાતા અવંતીભાઈ નૌતમલાલ જસાણી તથા દીકરી હિનાબેન જસાણી ના સહયોગથી જસાણી ભવન બનાવવામાં આવેલ. તે ભવનનું ઉદ્ઘાટન તારીખ ૧૯.૦૨.૨૦૨૩ ને રવિવારના રોજ દાતા અવંતીભાઈ જસાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ.
આ તકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ, પાદરીયા ગામના સરપંચ વેલજીભાઇ પાથર, અગ્રણી વિઠ્ઠલભાઈ ભુવા, ડુંગરપુરના સામાજિક કાર્યકર અલ્પેશભાઈ પરમાર, ગોપી મહિલા મંડળ – રાવણી, વૈષ્ણવ મહિલા મંડળ – જુનાગઢ, – મહિલા મંડળ – વિસાવદર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખશ્રી તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.