નવરાત્રિમાં હાર્ટ એટેકની જરાય ચિંતા વગર આખી રાત મોજથી ગરબે રમજો, ખેલૈયા માટે ગરબા આયોજકની જોરદાર વ્યવસ્થા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News :  હાર્ટ એટેકના (Heart Attack) વધતા જતા કેસો વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલે (Civil Hospital) સક્રિય આયોજન કર્યું છે. નવરાત્રી દરમિયાન રાત્રે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની (Doctors and Nursing Staff) અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. જેમાં કોઈપણ વ્યક્તિને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવે તો તેને તાત્કાલિક સારવાર મળી જશે.

 

હાર્ટ એટેકના સતત વધતા જતા કેસો વચ્ચે હવે નવરાત્રી આવી રહી છે, અને નવરાત્રી દરમિયાન પણ ઘણા કેસ નોંધાયા છે. જેમાં યુવક રમતા રમતા પડી ગયા છે અથવા તો તેમને હાર્ટ એટેક આવ્યો છે. સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના કોઇ પણ કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા આગાઉ આયોજન કરવામાં આવ્યું છે.

 

 

સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબો અને નર્સિંગ સ્ટાફની અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમને રાત્રિના સમયે અને સિવિલ હોસ્પિટલમાં મુકવામાં આવશે. તમામ સ્ટાફને મેડિકલ ઇમરજન્સી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. જેમાં નર્સિંગ સ્ટાફને ઇસીજી મશીન સહિતની તમામ મશીનરી ઓપરેટ કરીને દર્દીને બચાવવા માટેની તાલીમ પણ આપવામાં આવી છે.

 

 

શક્તિની પૂજા કરતી વખતે કળશ શા માટે રાખવામાં આવે છે? જાણો તેની સ્થાપનાની પદ્ધતિ અને નિયમો

અભિનેત્રીના પરિવારના અધધ 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયા, બહેન-જીજાની હત્યા બાદ સૌથી મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહીવટ: VIP ક્લચર હાવી થતા મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને ટિકિટો ન મળતા નારાજ

 

 

આવી સ્થિતિમાં સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈને પણ હાર્ટ એટેક આવે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, અને આગોતરૂ આયોજન કર્યું છે.

 

 


Share this Article