કોચિંગ ક્લાસીસમા વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી વસુલવામા આવતી હોય છે. આ વચ્ચે રાજ્યભરમાં ચાલી રહેલા આવા ધો.10-12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસીસમા એસજીએસટીએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ 48 કોચિંગ ક્લાસીસ પર દરોડા પાડવામા આવ્યા છે. ક્લાસના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી રોકડમાં વસુલે છે પણ આ અંગેનો કોઈ હિસાબ ચોપડે જોવા મળતો નથી.
આ મામલે એસજીએસટીએ સર્ચ-ઓપરેશન કરી 48 ક્લાસોમા દરોડા પાડ્યા છે. ગઈ કાલે એસજીએસટીની ટીમે ભાવનગર, ગોધરા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, આણંદ, હિંમતનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, જામનગર અને જૂનાગઢમાં 13 એકમ દ્વારા ચલાવાતા કુલ 48 કોચિંગ ક્લાસ પર જઈને અચાનક દરોડા પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ દરોડા પાડવામા આવેલા ક્લાસીસ જીએસટીમાં રજિસ્ટર્ડ છે તો વળી કેટલાક ક્લાસીસ એવા પણ છે જેમણે હજુ સુધી જીએસટી નંબર પણ લીધો નથી. આવા સંચાલકોએ જીએસટીમાં ઓછો ટેક્સ ભર્યો હતો અને ત્યારથી તેઓ એસજીએસટીની રડારમાં હતા જે બાદ આ દરોડા પાડવામા આવ્યા હતા.
એસજીએસટીના આ દરોડા દરમિયાન સામે આવ્યુ કે સજીએસટીના સિસ્ટમ બેઝડ એનાલિસિસ અને માર્કેટ ઇન્ટેલિજન્સમાં ક્લાસીસના વ્યવહારો અને બેંક વ્યવહારોમાં વિસંગતતા છે. આ સિવાય સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ રકમ પણ લઈ રહ્યા છે.