ગુજરાતનાં મોટા વેપારીઓને ઘરે બોલાવે, કપડાં કઢાવે, અંગત ફોટો પડાવે અને પછી…. સુરતમાંથી હનીટ્રેપની લેડી બોસ ઝડપાઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સુરતમાંથી હનીટ્રેપને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વરાછાના એક નામી વેપારીને વાતોમાં ફસાવી લેવામા આવ્યો હતો. આ બાદ આયોજનબદ્ધ રીતે વેપારીના કપડાં કઢાવી નાખવામા આવ્યા અને ફોટા પણ પાડી લેવાય. આ બાદ વેપારીને ધમકી આપવાની ચાલુ કરી જેમા 1.10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. જો કે રૂપિયા કાઢવા જવાના બહાને તે ત્યાથી ભાગી ગયો અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

1.10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી

મળતી માહિતી મુજબ હવે આ મુખ્ય મહિલા આરોપીને પોલીસે ઝડપી લીધી છે. આ આખા ષડયંત્ર અંગે વાત કરીએ તો આ મહિલાઓ પહેલા પુરુષોને ફોન કરી મિત્રતા કરી ફોટા પાડી લે છે. આ બાદ બ્લેકમેલ કરે છે અને હનીટ્રેપમાં ફસાવી લે છે. વરાછામાં પણ આ જ રીતે થયુ. અહી વેપારીને ફોન કરી સોનલ સાવલિયા નામની એક મહિલાએ પોતાના આવાસે બોલાવ્યા. જેવો વેપારી રૂમમાં ગયો કે તરત મહિલાએ તેના કપડાં કાઢી નાખવામાં આવ્યા અને રબાદ સોનલ, તેનો પતિ, અન્ય ત્રણ ઈસમો રૂમમાં આવ્યા.

ગુજ્જુએ સાંસ્કૃતિક કાર્યક્રમો બતાવીને વિદેશીઓની આંખો આંજી દીધી, જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ ગુજરાતમાંથી જવાનું નામ નહીં લે!

આવાને સાધુ કેમ કહેવા? ગિરનારના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર એક સાધુ તલવાર લઈને મંડાઈ પડ્યા, ફિલ્મ માફક હુમલો કર્યો

જય હો… તુર્કીના સહારે સૌના બાપુ મોરારી બાપુ, અધધ લાખની કરી સહાય, ભારત પણ અડીખમ ટેકો કરીને ઉભુ જ છે

આ બાદ તેઓએ વેપારીના ફોટા પાડી લીધા. મહિલાએ વેપારીની પોલીસ ફરિયાદ કરી દેવાની ધમકી આપી અને 1.10 લાખની માંગ કરી. વેપારી પાસે 2500 રોકડા હતા તે પણ લઈ લીધા. જો કે વેપારી ભાગવામા સફળ રહ્યો જેથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી.

 

 


Share this Article
TAGGED: ,