જય હો… તુર્કીના સહારે સૌના બાપુ મોરારી બાપુ, અધધ લાખની કરી સહાય, ભારત પણ અડીખમ ટેકો કરીને ઉભુ જ છે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે ઘણી તબાહી મચી ગઈ છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. આ ભૂકંપના કારણે 5000થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય હજારો લોકો લાપતા છે અને હજારો ઘાયલ પણ છે. અહીં દરેક જગ્યાએ કાટમાળ દેખાઈ રહ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન હૃદય કંપી જેવા દ્ર્શ્યો સામે આવી રહ્યા છે. આ વચ્ચે વસુધૈવ કુટુંમ્બકમની લાગણી દર્શાવતા કથાકાર મોરારીબાપુ આગળ આવ્યા છે.

મોરારીબાપુએ 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

મળતી માહિતી મુજબ મોરારીબાપુએ 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. નેપાળના લુમ્બિની હાલ મોરારીબાપુએ પોતાના રામકથાના વ્યાસપીઠ પરથી આ જાહેરાત કરી છે. આ કરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ હાલ ભારત તરફથી પણ જરૂરી મદદ કરવાના પ્ર્યાસો ચાલુ કરી દેવાયા છે. NDRFની બે ટીમો, 3 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. આ સિવાય દવાઓ અને રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહ્યો છે.

જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી

મળતી માહિતી મુજબ ફેડરલ ડિઝાસ્ટર ફોર્સની સાથે બે સ્નિફર ડોગ, ફોર વ્હીલર, હથોડી, કટીંગ ટૂલ્સ, પ્રાથમિક સારવાર દવાઓ અને સંચાર પ્રણાલી પણ મોકલવામાં આવી છે. ગાઝિયાબાદ અને કોલકાતા સ્થિત ટીમોના કુલ 101 કર્મચારીઓને હિંડન એરબેઝથી તુર્કી ગયા છે. તુર્કીમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

VIDEO: અમે કોંગ્રેસને ખરાબ માનતા’તા, તમે તો એનાથી પણ બદ્દતર છો… ભાજપના MLA ને ગામલોકોએ મનફાવે એવી સંભળાવી

“2014માં અદાણી અમીરોની યાદીમાં 609માં નંબરે હતા અને પછી એવો શું જાદુ થયો કે સીધા બીજા નંબરે આવી ગયાં”

વારા પછી વારો, મારા પછી તારો…. હવે અમીરોની યાદીમાં અંબાણીનો ફગોળિયો થયો, અદાણી ખાલી આટલા નંબર જ પાછળ

આંચકાની તીવ્રતા 5.9 હતી. સોમવારે તુર્કીમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા અનુભવાયા હતા. આમાંથી પહેલો ભૂકંપ સવારે 4 વાગે 7.8ની તીવ્રતા સાથે આવ્યો હતો. તે સૌથી વધુ પાયમાલનું કારણ બન્યું. આ પછી 7.5 અને 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તુર્કીમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.


Share this Article
TAGGED: ,