પોરબંદર નજીક આવેલા માધવપુર ગામે આજથી હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી માધવરાયજીના લગ્ન રાણી રુક્ષમણીજી સાથે થયા હતા. અહી મધુવનના જંગલો આવેલા છે જ્યા આ બાદથી ધુળેટીના દિવસે માધવરાયજીના લગ્નની કંકોત્રી લખવામા આવે છે અને રામનવમીથી પાંચ દિવસ સુધી લગ્નોતશવની ઉજવણી કારવામા આવે છે. આ દરમિયાન માધવરાય મંદીરેથી વર્ણાગી નિકળે છે અને ચૈત્ર સુદ બારસના દીવસે શ્રીકુષ્ણ અને રૂક્ષમણીજીના લગ્નઉત્સવ થાય છે.
કહેવાય છે કે અહી માધવરાયજીના મંદીરેથી શ્રીકૃષ્ણ ને ગાર્ડ ઓફ ઓનર અપાય અને રથમાં બિરાજમાન થઈ જાન નિકળે છે. આ જાનમા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે અને રાસની રમઝટ, કિર્તન ગાતા ગાતા વાજતે-ગાજતે નિકળે છે. આવુ અહી વર્ષોથી ચાલ્યુ આવે છે. કહેવાય છે કે 125 વર્ષ જુના રથમાં ભગવાન બિરાજમાન થઈ નીકળે છે. આ સિવાય એવી પણ માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ એ રૂક્ષમણીનુ હરણ કરી અને રથને દોડાવ્યો હતો જે બાદથી આઉજ દિવસ સુધી આ પરંપરા શરૂ છે.
રુક્ષમણીજી દેવી મંદિર ખાતે લગ્ન માટે રંગ રોગન, મંડપ,કન્યા દાન,મામેરું,સોનુ,ચાંદી જેવી વસ્તુઓ તૈયાર કરવામા આવે છે. માધવપુર મંદિર ટ્રસ્ટ અને રૂક્ષ્મણી મંદિર દ્વારા 2017થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના ટુરિઝમ વિભાગની સહાયથી રાષ્ટ્રિયકક્ષા નો મેળો યોજાય છે.