સોખડા મંદિર વિવાદ હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે રોજ રોજ હરિધામ સોખડા મંદિર વિવાદમાં તપાસ વધુ તેજ બનતી જોવા મળી રહી છે. હવે આજે જે ખુલાસો થયો છે એ સમગ્ર સાધુ સમાજ માટે ચોંકાવનારો છે. હવે પ્રેમ સ્વરૂપ અને ત્યાગ વલ્લભ સ્વામી સહિત નવ લોકોની પૂછપરછ કરવામાં આવશે. તથા બે સંતોના મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ પણ સામે આવ્યો છે.
મહિલા સાથેના સંબંધો સાથે-સાથે બે સેવકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હોવાનો આરોપ છે. તથા સત્સંગી સુરેશ પરના હુમલાના તાર પ્રવીણ વાઘેલા સુધી પહોંચ્યા છે. વિગતો એવી પણ મળી રહી છે કે સુરત પોલીસે CDRનો ડેટા મેળવી નંબરોની ચકાસણી શરૂ કરી છે. જેમાં બે સંતોના મહિલા સાથે અફેર, સેક્સ્યુઅલ હેરેસમેન્ટના સેવકો દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
અત્યાર સુધી શું-શું બન્યું એના વિશે વાત કરીએ તો સોખડા મંદિર સાથે માર્ચ-2022 સુધી સંકળાયેલા સુરત કામરેજના બે સેવકોએ કેટલાક સંતો અને સેક્રેટરી વિરુદ્વ સનસનીખેજ આક્ષેપ સાથે તાલુકા પોલીસ મથકમાં અરજી કરતાં ચકચાર મચી ગઈ છે. યુવકોએ આક્ષેપ કર્યો છે કે, બે સંતો મહિલાઓ સાથે અનૈતિક સબંધો ધરાવે છે. આ ઉપરાંત અનેક ગેરકાયદે પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેનો વિરોધ કરતાં યુવકોને મંદિરમાંથી કાઢી મુકાયા હતા. એક યુવકનો તો એવો આક્ષેપ છે કે, ભગવા કપડાં ધારણ કરીને ફરતાં સ્વામીએ તેની ફિઝીકલ સબંધો પણ બાંધ્યા હતા. ત્યારે હવે જોઈએ કે આ કેસમાં નવા શું શું ખુલાસા થઈ શકે છે.