શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ, કલોલ સંચાલિત વિશ્વની પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયની એકમાત્ર યુનિવર્સિટી તેમજ ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થા એવી સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ, ગાંધીનગર ખાતે આજરોજ ઈ એસ પી એલ વિઝા કન્સલ્ટન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ઓવરસીઝ એજ્યુકેશન બાબતે વિશેષ કરાર એટલે કે એમઓયુ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સ્વામિનારાયણ યુનિવર્સિટીના સ્થાપક શાસ્ત્રી પ્રેમસ્વરૂપ સ્વામી ,ભક્તવત્સલદાસ સ્વામી ,ભક્તિનંદનદાસ સ્વામી એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ એમઓયુ થકી યુનિવર્સિટી ની દરેક શાખાના વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય અને કારકિર્દી નું ઘડતર કરવામાં મદદરૂપ નિવડશે તેમ જ વિદેશની નામાંકિત યુનિવર્સિટી માં આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાની સાથે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનું ભારત દેશને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન આ પ્રયાસ થકી શક્ય બનશે.
વિશેષમાં આ સંદર્ભે સ્વામિનારાયણ યુનિવર્સિટીના રજીસ્ટરાર ડો.અજીત ગંગવાને , ડો. જયદત મહેતા(ડાયરેક્ટર) , ડો. વિજય ગઢવી (ડીન ,ઇજનેરી),ડો.ગુંજન શાહ(સી ઓ ઇ) , વિક્રમસિંહ ગોહિલ (એડમિશન હેડ) જોડાયા હતા અને સર્વે વિદ્યાર્થી અને સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો
ATM કાર્ડ ઘરે ભૂલી ગયા તો ટેન્શન ન લો, હવે UPI એપની મદદથી પૈસા ઉપાડી શકશો, ફટાફટ જાણી લો કેવી રીતે
એ સાથે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થી માટે આ એમઓયુ થકી કેનેડા ,યુકે ,યુએસએ, ઓસ્ટ્રેલિયા ,ન્યૂઝીલેન્ડ, જર્મની જેવા દેશો માટે ઉચ્ચ અભ્યાસ અને રોજગારીની વિપુલ તકો મળી રહેશે.