આ 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલ રાજસ્થાન સહીત ગુજરાતમાં ઉત્તર ગુજરાતનાં તમામ જરૂરિયાત મન્દ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે તેવું જણાવી પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબે હોસ્પિટલ મેનેજમેંટનાં કનુભાઈ વ્યાસ તેમની મેડિકલ ટીમ અને જિલ્લાવાસીઓને અભિનઁદન આપ્યા હતા.પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ પ્રકારની માનવ સેવા કરતા તમામ સેવાધારીઓને બિરદાવ્યા હતા.
મેડિકલ સેવા,અન્નદાન અને અંગદાન કરતા લોકો અને એનજીઓ નાં મન્ચ પરથી ભરપેટ વખાણ કરી આ સેવાસરવાની ની પ્રંશસા કરી ,આવી સેવા કરવાં સક્ષમ તમામ અન્યોને પણ સેવાની આવી સરવાની થકી માનવસેવા માટે આગળ આવવા અપીલ કરી હતી.
તેઓએ માત્ર 3 રૂપિયામાં ઘી રોટલી સાથે નું પાકું ભાણું આપનાર ગુજરાત નાં અન્નદાતાની પણ પ્રંશસા કરી હતી,અને જણાવ્યું હતું કે આ અન્નદાતાનાં કોઠાર આજે પણ ભરેલા છે જો તમો સેવા યગ્ય કરશો તો દાતાઓ આપોઆપ જોડાશે.
માનવ કલ્યાણની જ્યોત પ્રજ્વલિત થતી રહેશે.દેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં પીએમ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને નિઃશુલ્ક મેડિકલ સહાય મળે છે તેવું જણાવી તેમને પ્રધાનમંત્રી મોદીની આયુષ્માન ભારત યોજના થકી મોટાં ખર્ચના તમામ રોગો સામે નિઃશુલ્ક સારવાર યોજનાનું મહત્વ સમજાવ્યું હતું.
આ યોજનાથી ગરીબ દર્દીઓ ને થતાં લાભ માટે, દેશભરમાં આરોગ્યલક્ષી સેવાઓનું સતત અપડેટ્સ અને મોનીટરીંગ સાથે રાહત મદદરૂપ પીએમ મોદી નાં યોગદાન ને વધાવ્યું હતું.
જીગ્નેશ મેવાણી પાણી માટે રજૂઆત કરશે આ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભાજપા અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી પ્રજાને યાદ નહીં કરનાર જીગ્નેશ મેવાણીને પાણી માટે બોલવાનો અધિકાર નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતની જનતાને માગ્યા વગર એમની જરૂરિયાત પૂરી પાડી છે. બનાસકાંઠા તળાવો ભરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ થશે.