India vs Australia Live Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટેસ્ટની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે, જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના 480 રનના જવાબમાં ભારતે બીજા દિવસે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 36 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ બીજા દિવસે સ્ટમ્પ સમયે 10 ઓવરમાં અનુક્રમે 17 અને 18 રને અણનમ રહ્યા હતા. ભારતીય ટીમની નજર શનિવારે મોટો સ્કોર કરવા પર હશે. અમદાવાદની પીચ અત્યાર સુધી બેટિંગ માટે અનુકૂળ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય છાવણીને ગિલ અને પૂજારા પાસેથી ઘણી આશાઓ છે.
દિવસનું પ્રથમ સત્ર ભારતનું હતું. આ દરમિયાન ભારતે 93 રન ઉમેર્યા અને એક વિકેટ ગુમાવી. લંચ બ્રેક પર ભારતનો સ્કોર 37 ઓવરમાં 129/1 હતો. ભારતને આ દરમિયાન કપ્તાન રોહિત શર્માના રૂપમાં ફટકો પડ્યો હતો, જેણે 58 બોલમાં 35 રનની ઇનિંગ રમી હતી. તે 21મી ઓવરમાં સ્પિનર કુહનમેનનો શિકાર બન્યો હતો. રોહિત અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી નોંધાવી હતી.
ભારતને બીજો ઝટકો ચેતેશ્વર પૂજારાના રૂપમાં લાગ્યો હતો. મર્ફીએ પૂજારાને પોતાની જાળમાં ફસાવી દીધો. તે 62મી ઓવરના છેલ્લા બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. પૂજારાએ 121 બોલનો સામનો કર્યા બાદ 143 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ગીલ સાથે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. ઓપનર શુભમન ગિલે સદી ફટકારી છે. તેણે 194 બોલમાં સદી ફટકારી હતી. તેણે મર્ફી સામે ચોગ્ગો ફટકારીને તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી પૂરી કરી.
ભારત-ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.
ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (ડબ્લ્યુકે), મિશેલ સ્ટાર્ક, મેથ્યુ કુહનમેન, ટોડ મર્ફી, નાથન લિયોન.