Gujarat News: સાબરકાંઠા જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં AAP રજિસ્ટર્ડ રેસિડેન્શિયલ સ્કૂલના વહીવટીતંત્ર સામે 12 વિદ્યાર્થીઓને સવારે વહેલા ન જાગવાની સજા તરીકે ગરમ ચમચીથી દઝાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC) અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો…
નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે 10 વર્ષીય વિદ્યાર્થીના પિતાએ નચિકેતા વિદ્યા સંસ્થાનના સંચાલક રણજીત સોલંકી વિરુદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે એવો આરોપ છે કે સોલંકીએ લગભગ બે મહિના પહેલા ફરિયાદીના પુત્ર અને અન્ય 11 વિદ્યાર્થીઓને સ્ટીલના ગરમ ચમચીથી દઝાડ્યા હતા. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ જિલ્લાના પોશીના તાલુકાના રહેવાસી સોલંકી ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામમાં આવેલી નચિકેતા વિદ્યા સંસ્થાનના સંચાલક છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે તે શાળા નહીં પરંતુ નોંધણી વગરનું ગુરુકુલ હતું. જેમાં એક ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉપનિષદ, રામાયણ અને વેદ ભણાવવા માટે હોસ્ટેલની સુવિધા આપવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાવનાર રામાભાઈ તરલે જણાવ્યું હતું કે બે મહિના પહેલા સોલંકીએ તેના સગીર પુત્ર અને અન્ય 11 વિદ્યાર્થીઓને સવારે વહેલા ન જાગવા બદલ ઠપકો આપ્યો હતો.
ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગ તેમજ અંબાલાલે કરી ખતરનાક આગાહી, જાણો અને સ્વેટર બહાર કાઢી લો
બેફામ નુકસાન વચ્ચે ગૌતમ અદાણીએ બનાવ્યો 33 હજાર કરોડનો પ્લાન, માર્કેટમાં આવશે પૈસાનું વાવાઝોડું!
ફરિયાદીએ દાવો કર્યો હતો કે એક અઠવાડિયા પહેલા તેને ખબર પડી હતી કે હોસ્ટેલમાં બાળકો પર અત્યાચાર કરવામાં આવે છે. જે બાદ તે હોસ્ટેલ પહોંચ્યો, જ્યાં તેણે જોયું કે તેના પુત્રના પગ પર દાઝવાના નિશાન હતા, પરંતુ કોઈ અજાણ્યા ડરને કારણે તેણે કશું કહ્યું નહીં. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે અમને વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે સોલંકીએ વહેલા ન જાગવાની સજા તરીકે 12 વિદ્યાર્થીઓને એક પછી એક ગરમ ચમચી વડે દઝાડ્યા હતા. ડરના કારણે વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાને આટલા દિવસો સુધી કશું કહ્યું નહીં.