સુરત ખાનગી બસ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આજથી એક પણ ખાનગી બસને સુરત શહેરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. અંદાજે 450થી વધુ બસો સુરત શહેર હદ વિસ્તારની બહાર વાલક પાટિયા પાસેથી જ ભરાશે અને મુસાફરોને વાલક પાટિયા પાસે જ ઉતારવામાં આવશે. આજે વહેલી સવારથી જ સુરતમાં તમામ લક્ઝરી બસ ઓપરેટરોએ શહેરની બહાર જ વાલક પાટિયા પાસે પેસેન્જરને ઉતારી પોતે રવાના થઈ ગયા છે.
જેને લઇને હવે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને બસના ભાડા કરતાં તો ઘર સુધી પહોંચવા માટે રિક્ષાના ભાડા આપવા પડી રહ્યા છે. આ સાથે જ ઘર સુધી પહોંચવા સવારે પરિવારજનોને શહેર બહાર સુધી પણ આવવું પડ્યું હતું. બસના ભાડા જેટલો ખર્ચ ઘર સુધી પહોંચવા વેઠવો પડ્યો એવા લોકો હવે વિરોધના સુર રેલાવી રહ્યા છે.
હાલના સમયમાં ટ્રાવેલ્સની બસ માટે શહેરમાં પ્રવેશવાનો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. જેથી મુસાફરોને વાલમ ચોકડી પર જ ઉતારી દઈને બસ રવાના થઈ રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ એ તો છે જ છે, પણ સાથે સાથે લોકોને મોટી હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે. લોકો પોતાની સમસ્યા રડતા રડતા કહી રહ્યાં છે કે, અમે જેટલું ભાડુ બસમાં નથી ચૂકવતા તેનાથી વધારે ભાડુ તો અમારે વાલમ ચોકડીથી અમારે ઘરે જવા માટે ચૂકવવું પડી રહ્યું છે. એ બધા જાણે છે કે કુમાર કાનાણીએ જાહેરનામાના અમલીકરણ માટે લેખિતમાં રજૂઆત કરતા આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જેને લઈને હવે ટ્રાવેલ્સ એસોસિએશન અને કુમાર કાનાણી એકબીજા સામસામે છે. સાથે જ ટ્રાફિક વિભાગ દ્વારા હવે ટ્રાફિક નિયમન માટે આયોજન પણ કરી નાખવામાં આવ્યું છે.
28 ફેબ્રુઆરીએ એક પણ બસ અમદાવાદમાં નહીં આવવા દેવાની ધમકી, સુરતનો વિવાદ ચારેકોર ભડકે બળ્યો
કરોડોની એક પછી એક ડીલમાંથી અદાણીની પાછી પાની, બધું ધોવાઈ ગયું, હવે ખાલી આટલી જ સંપત્તિ બચી
આટલા કરોડોનો ખર્ચ, 101 ફૂટની ઉંચાઈ, આલિશાન મુર્તિ… હવે અયોધ્યામાં બનશે CM આદિત્યનાથ યોગીનું મંદિર
નિર્યણને અમલમાં લઈને આજે પહેલા જ દિવસે સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાતથી આવતી બસો વાલક પાટિયા અટકાવી દેવામાં આવી હતી. બસોમાંથી મુસાફરોને વાલક પાટિયા પાસે ઉતારી દેવાયા હતા. જેના કારણે હજારો મુસાફરો વાલક પાટિયા ઉતરતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે જ શહેરમાં પણ ઘણી જગ્યાએ કામ શરૂ છે અને લોકો અટવાઈ રહ્યા છે.