Gujarat News : સુરત શહેરના નવસારી બજારમાં આધેડ વયના વ્યક્તિ દ્વારા શ્વાન સાથે દુષ્કર્મ અચરવાનો મામલો સામે આવ્યો હતો, જેના કારણે સુરત (surat) શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યાં રહેતા લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી આ મામલે પોલીસ ફરિયાદ (police case) નોંધાવતા પોલીસે આધેડ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કામગીરી શરૂ કરી હતી.
સુરતમાં નાની બાળકીઓ બાદ હવે કુતરાઓ પણ સુરક્ષિત નથી એવું કહીએ તો કશું ખોટું નથી. કારણ કે આ પ્રકારનો એક મામલો સામે આવ્યો છે, જેમાં વિકૃત મનોવૃત્તિ ધરાવતો વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી ઘરમાં હાજર હતો જેણે એક શ્વાન સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સ્થાનિક લોકોમાં સામે આવ્યું હતું, જેમાં ફરિયાદ હતી જોકે સોસાયટીના જ એક વ્યક્તિએ વિડીયો બનાવી આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં નાની બાળકીઓ સાથે અવારનવાર દુષ્કર્મ ઘટનાઓ સામે આવતી હોય છે જે શરમજનક બાબત છે, પણ હાલ સુરતમાં એક એવો મામલો સામે આવ્યો છે તે સાંભળીને ભલભલા લોકોને ક્રોધ આવી જશે. સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા હરેશ મારું નામનો 70 વર્ષે વ્યક્તિ છેલ્લા લાંબા સમયથી પોતાના વિસ્તારમાં રહેતી પુત્રીઓ સાથે રહે છે.
તે શ્વાન સાથે દુષ્કર્મમાં આચરતો હતો. જો કે આ મામલે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો મળતી હતી પણ કોઈ વ્યક્તિ ધ્યાન આપતું ન હતું, જોકે સોસાયટીના એક જાગૃત નાગરી કે આધેડનો વિડીયો બનાવી દીધો હતો અને સમગ્ર વિસ્તારમાં વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
જો કે આ વિકૃત વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારના શ્વાન સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચારતો હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ વિડીયોના આધારે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સામે ફરિયાદ જતા પોલીસે ફરિયાદ દાખલ કરી આજે કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી. આ સમગ્ર મામલો સામે આવતા ભલભલાના હોશ ઉડી ગયા હતા. હાલ સુરતની અઠવા પોલીસે આ મામલે હાજર વિરુદ્ધ ગુનો દાખલ કરી સંબંધિત વ્યક્તિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.