વિશ્વ પાટીદાર સમાજના ઉપક્રમે રાજ્યના આર્થિક પાટનગર સુરત ખાતે શુક્રવારથી ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે ૨૯ એપ્રિલથી ૧ મે સુધી યોજાનાર આ સમિટનું ઉદઘાટન કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુલ રીતે કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ સમિટને ખુલ્લી મૂકતા કહ્યું હતું કે, ‘વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ થાય છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પણ પીએમ મોદીએ અપીલ કરી હતી. સાથે જ ખેતીને આધુનિક બનાવવા માટે ઉદ્યોગકારોને આગળ વધવા હાંકલ કરી છે. એટલું જ નહીં, પીએ મોદીએ ગુજરાતના વિકાસને ફેલાવવા માટે નાના શહેરોને પણ વિકસીત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતાં કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કહેલું કે, દેશમાં સંપદાની કોઈ અછત નથી. આપણે માત્ર આપણા મગજનો સદઉપયોગ કરીને તેના ઉપયોગ કરવાની જરૂર છે. આપણે એક સંકલ્પ સાથે કોઈ કામની શરૂઆત કરીશું તો પરિણામ ચોક્કસ મળવાનું છે. માટે સરદાર સાહેબની વાતને ન ભૂલવી જાેઈએ. વડાપ્રધાન મોદીએ સમીટમાં આવેલા ઉદ્યોગકારોને કહ્યું કે, દેશમાં અલગ અલગ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ સમીટ થકી વૈશ્વિક કક્ષાએ નવા વિષયોમાં કેવી રીતે આગળ વધી શકાય તે બાબતે પણ વિચાર થવો જાેઈએ.
પીએમે ઉમેર્યું કે, ૮થી ૧૦ ક્ષેત્રને પસંદ કરીને તેમાં કેવી રીતે આગળ વધી શકાય તે માટેના ગ્રુપ બનાવવા જાેઈએ. તેમાં સરકારની નીતિઓમાં શું ઉણપ છે તેનું પણ સંશોધન કરીને સરકારનું ધ્યાન દોરવું જાેઈએ. તમે પ્રેઝન્ટેશન તૈયાર કરો હું એ જાેવા માટે ખાસ સમય આપીશ.ખેતીને આધુનિક બનાવવા માટે ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમે હવે ઉદ્યોગપતિ બન્યા છો પરંતુ મૂળિયા તો ખેતીમાં જ છે. આપણી ખેતી પાછળ રહી જાય એ કેમ ચાલે.
ખેતી ક્ષેત્રમાં વિકાસની ખૂબ મોટી તકો રહેલી છે. માટે ખેતીને પણ અત્યાધુનિક બનાવવી જાેઈએ. તેમાં રોકાણ વધારીને વૈશ્વિક કક્ષાએ નામ કેવી રીતે આગળ આપણું આવે તે બાબતે પણ આગળ આવવું જાેઈએ. આપણે વિદેશથી ૮૦ હજાર કરોડનું તેલ આયાત કરવું પડે છે. જેથી આર્ત્મનિભર તેમાં પણ બનવાની જરૂર છે. ફૂડ પ્રોસેસિંગ અને નેચરલ ફાર્મિંગમાં વ્યાપારિક તકો ખૂબ છે. માટે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા જાેઈએ. તથા ક્વોલિટી પેદાશ પર ધ્યાન આપવાની જરૂર છે.
સામાજિક સમરસતાના ધોરણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં અંદર ૧૩થી ૧૫ અલગ-અલગ ચેપ્ટર ભાગ લીધો. જેમ કે, ડેરી ઉદ્યોગ એગ્રીકલ્ચર આઇટી અને ફાર્મા. સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ, સિવિલ સર્વિસીસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જીપીબીઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, યુવા તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે.