વ્યાજખોરોના ત્રાસને કારણે રાજ્યમા એક આપધાતનો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યમા અનેક કાયદાઓ હોવા છતા પણ વ્યાજખોરો ખુલ્લેઆમ પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે.
આ ધટના સુરતથી સામે આવી છે જ્યા વ્યાજખોરોના ત્રાસથી શેરબજારના દલાલ પ્રવિણ કુંભાણીએ મોતને વ્હાલુ કર્યુ છે. તેમણે આખરે વ્યાજખોરોથી કંટાળીને 7માં માળેથી કૂદાકો મારી દીધો. હવે આ દલાલની સ્યુસાઈડ નોટ સામે આવી છે જે બાદ અનેક ખુલાસઓ થયા છે.
મળતી માહિતી મુજબ સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરના નામના ઉલ્લેખ અને આખી વાત સાથે ગૃહમંત્રી પાસે ન્યાયની માંગણી વગેરે વાતો સ્પષ્ટ લખી છે. પ્રવીણ કુંભાણીએ આ સ્યુસાઇડ નોટને તેઓએ ફેસબુક અકાઉન્ટ પર શેર કરી હતી.
સ્યુસાઇડ નોટમાં તેઓએ લખ્યું હતું કે, ‘મે સુસાઈડ કર્યું છે, તે આ લોકોની લીધે કરી રહ્યો છું, પોલીસ ખાતાને મારી વિનંતી છે. ખાસ કરીને હર્ષભાઈને વિનંતી છે કે, મારા પરિવારને પૂરો ન્યાય અપાવશો. મારા પરિવારને કોઈ હેરાન કરવા જોઈએ નહીં. મારા મિત્રોને અપીલ છે કે, મારા પરિવારની જોડે ઉભા રહે. આ સુસાઈડ નોટ હું ફેસબુક પર ચડાવું છું.’