ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં એક મોટો ખુલાસો થતો જોવા મળી રહ્યો છે. પ્રોફેશનલ કીલરને પણ શરમાવે તેવી રીતે ગ્રીષ્માને મારી નાખી હતી એટલે આને ખૂન જ કહેવાય એવી ચર્ચાઓ વચ્ચે આજે પણ પરિવાર ન્યાયની ઝંખના કરી રહ્યો છે. જે તે સમયે સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા થઈ ત્યારે સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતુ. હવે આ કેસનો ચુકાદો આજના બદલે આગામી 21મી એપ્રિલના રોજ આવશે એવું સામે આવતા લોકોમાં નવા નવા સવાલ ઉભા થી રહ્યા છે. કોર્ટમાં આરોપીના વકીલ ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર જ ન રહ્યા અને ચૂકાદો ન આવી શક્યો. હવે આગામી 21મી તારીખે આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો આપશે .
જો આ કેસ વિશે થોડી વાત કરવામાં આવે તો 6 એપ્રિલના રોજ સેસન્સ કોર્ટેમાં ગ્રીષ્મા હત્યા કેસની બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હત્યારા ફેનિલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે લગાતાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત નાપસંદ હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ જ્યારે ગ્રીષ્માના મોટાબાપા અને તેને ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનિલે તેમની સાથે મારપીટ કરી હતી. જેથી ગ્રીષ્મા બચાવવા વચ્ચે પડી ત્યારે ફેનિલે તેને પકડીને છરીથી તેનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી. બસ ત્યારથી લઈને અત્યાર સુધી આ કેસમાં ભારે ગરમાવો આવી રહ્યો છે.
ઉલ્લેખનીય આ કેસનો ચુકાદો આજે 16 એપ્રિલના રોજ જાહેર એવું પહેલાં કહેવામાં આવ્યું હતું. આ કેસ પુરવાર કરવા માટે નજરે જોનાર મેડિકલ એવિડેન્સ વીડિયોનો પુરાવો, મેડિકલ એવિડેન્સ, ડીએનએનો પુરાવો અન્ય કેટલાક પુરાવા જેવા કે સીડીઆર રેકોર્ટ વગેરે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી દલીલ એવી હતી કે આ કેસ પૂર્વ તૈયારી સાથેનો ઈરાદાપૂર્વકનું કૃત્ય છે. કારણ કે બનાવ 12 ફેબ્રુઆરીના રોજ બન્યો છે પણ ચપ્પુ 6 જાન્યુઆરીના રોજ ખરીદવામાં આવ્યું હતુ. આરોપીને એ ચપ્પુ પૂરતું ન લાગતાં અન્ય એક ચપ્પુ જે 7 ધાર વાળું હતું તે પણ લીધું હતું. અને તે ધારદાર હથિયારથી સુભાષને પેટ પર હુમલો કર્યો હતો જેના કારણે તેના આંતરડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે હવે જોવાનું એ રહ્યું કે આગામી 21 તારીખે પીડિત પરિવારને ન્યાય મળે છે કે કેમ?