Surat News: સુરત મહાનગર પાલિકાએ વર્ષ 2024-25 માટે 8,718 કરોડની ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. તે મુજબ કુલ કેપિટલ બજેટ 4,121 કરોડ રૂપિયાનું થયું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024-25નું બજેટ 8000 કરોડથી વધુ હોવાનો અંદાજ હતો. આ બજેટ આજે સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25 માટે બજેટ મનપા કમિશનર શાલિની અગ્રવાલ જાહેર કર્યું છે. અત્રે ઉલ્લેનીય છે કે વર્ષ 2023-24 નું ડ્રાફ્ટ બજેટ 7,707 કરોડ હતું.