સોનાની ચોરી અવારનવાર પકડાતી રહે છે. ગુજરાતમાં પણ આવા ગુનેગારો છે કે જે ભલભલી પોલીસનું માથું ધુણાવી દે છે. જો વાત કરીએ સુરતની તો 1 કરોડના સોના સાથે વૃદ્ધ દંપતી પકડાયું છે. આ વાત સામે આવતા જ ફફડાટ મચી ગયો છે. જેમાં શારજાહથી ફ્લાઈટમાં દંપતી આવ્યું હતું અને તેમાં શરીરના ભાગે સોનાની અધધ… 8 કેપ્સુલ છૂપાવી હતી. જેમાં કસ્ટમ વિભાગે દંપતીની સોના સાથે ધરપકડ કરી છે. તથા કસ્ટમ વિભાગે બંને દંપતિ પાસે સોનુ લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે શરીરમાંથી 1 કરોડથી વધુનું સોનું જોયું તો કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
પકડાયા કઈ રીતે એની વાત કરીએ તો શંકાના આધારે એરપોર્ટ પર મુંબઈના દંપતીની તપાસ હાથ ધરવામાં આવી હતી. 60 વર્ષીય વૃદ્ધ અને તેમની પત્નીને અટકાવીને જ્યારે તપાસ કરી તો બધા હેરાન રહી ગયા. કારણ કે દંપતીના શરીરમાંથી 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનું મળી આવ્યું કે જે છૂપાવીને સાથે લાવ્યા હતા. સાથે જ વિગતો મળી છે કે આ સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હોવાની માહિતી સામે આવી રહી છે.
જો કિંમત્તની વાત કરીએ તો કેપ્સ્યુલની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એરપોર્ટ પર મુંબઇના દંપતીનો ભાંડો ફૂટી જતા પોતે જ સોનાની દાણચોરી કરી હોવાની વાત સ્વીકારી હતી. આ ઘટનાની મળી માહિતી પ્રમાણે, રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરતની ફ્લાઇટમાં આવેલા મુંબઈના દંપતી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કસ્ટમના અધિકારીઓને તેમની ચાલને જોતા શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા, અને સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો.