તહેવારોની સિઝન ચાલી રહી છે. શ્રાવણ માસ પુરો થયા બાદ ગણેશચતુર્થી આવશે. જાે કે અત્યારથી જ ગણેશોત્સવની જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.કોઇ ભગવાનની મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપી રહ્યા છે તો કોઇ વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિને ઘરે લાવી રહ્યા છે. જાે કે હજી તો થોડી વાર છે પરંતુ સુરતમાં અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
સુરતના ઉધના વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ગણપતિની મૂર્તિને લોકો વાજતે ગાજતે લઇને આવી રહ્યા હતા. ડી.જેના તાલે ધામધૂમથી ગણેશજીને લાવી રહ્યા હતા.
તે સમયે પોલીસે તેઓને રોકવા જતા ઘર્ષણ સર્જાયું. જાે કે લોકોનો રોષ જાેઇને પોલીસે ભાગવું પડ્યુ હતું. ડી. જે બંધ કરાવવા આવેલી પોલીસ પર જ હુમલો પોલીસે ભાગવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે પોલીસે ગણેશજીની મૂર્તિ પર દંડો મૂક્યો હતો.