છૂટાછેડા બાદ દીકરી અને દીકરા સાથે મુંબઈથી સુરત શિફ્ટ થયેલા ઈલેક્ટ્રીકના એક વેપારીની દીકરી સાથે જે થયું છે તે કોઈપણ મા-બાપ માટે ચોંકાવનારું છે. નવાઈની વાત એ છે કે, દીકરીએ આ અંગે પિતાને કોઈ પ્રકારની જાણ પણ નહોતી કરી. જાેકે, પિતાના હાથમાં દીકરીનો ફોન આવી જતાં તેઓ મેસેજ ચેક કરી રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી હતી કે તેમની દીકરી બ્લેકમેઈલિંગનો ભોગ બની છે, અને એક શખસ તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે.
આખરે આ અંગે તેમણે કડક પૂછપરછ કરતાં દીકરીએ પોતાની સાથે જે થયું તેની તમામ વાત પિતાને કરી હતી. આ મામલે હાલ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ઈલેક્ટ્રીકનો સામાન વેચતા એક વેપારી થોડા સમય પહેલા સુરત શિફ્ટ થયા હતા. અહીં તેઓ પોતાની ૧૪ વર્ષની દીકરી અને ૮ વર્ષના દીકરા ઉપરાંત પોતાની વૃદ્ધ માતા સાથે રહે છે. વેપારીની ૧૪ વર્ષની દીકરી ડિલિવરી બોય તરીકે કામ કરતા ઉમંગ ઉર્ફે બોનીના સંપર્કમાં આવી હતી. ફરિયાદ અનુસાર, ઉમંગ છોકરીને બપોરના સમયે તેના ઘરે મળવા બોલાવતો હતો.
બંને વચ્ચે નિકટતા વધતા ઉમંગે છોકરીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, અને અંગત પળોના વિડીયો તેમજ ફોટોગ્રાફ લઈ લીધા હતા. જાેકે, પોતાની પાસે વિડીયો અને ફોટો આવતા જ ઉમંગેક પોત પ્રકાશ્યું હતું. તે પીડિતાને ધમકી આપવા લાગ્યો હતો કે જાે તેણે આ અંગે કોઈને પણ વાત કરી તો તે વિડીયો અને ફોટો વાયરલ કરી દેશે. તે જ રીતે તે અવારનવાર છોકરીને બ્લેકમેઈલ કરીને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધતો હતો.
આ દરમિયાન આરોપીએ પોતાના બે મિત્રોને પણ આ ફોટોગ્રાફ અને વિડીયો મોકલી આપ્યા હતા. સમાજમાં આબરુ જવાના ડરે વેપારીની દીકરી મૂંગા મોઢે ઉમંગનો ત્રાસ સહન કરી રહી હતી. ઉમંગ વિડીયો વાયરલ કરી દેશે તેવા ડરે તેણે ઘરમાં પણ આ અંગે કોઈને પણ વાત નહોતી કરી. આ સમગ્ર ઘટનાથી અજાણ વેપારીનો પરિવાર તાજેતરમાં મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે રાતના સમયે તેમના હાથમાં દીકરીનો ફોન આવ્યો હતો. તેમણે છોકરીના મેસેજ ચેક કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.
તેમાં બીભત્સ ફોટોગ્રાફ, વિડીયો ઉપરાંત આરોપીએ આપેલી ધમકીઓ જાેઈને વેપારીએ દીકરીની કડક પૂછપરછ કરતાં આખરે તેણે આ સમગ્ર ઘટના અંગે વાત કરી હતી. છોકરીએ જણાવ્યું હતું કે, ઉમંગે તેની સાથે પાંચ વાર શારીરિક સંબંધ બાંધ્યા છે, અને તે વિડીયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરતો હતો. આ મામલે આખરે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ૨૦ વર્ષીય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.