સુરતના પુણાની સ્કૂલમાંથી શરમજનક ઘટના સામે આવી છે. અહીની એક શાળામા માસૂમને નગ્ન કરી માર માર્યો હોવાની માહિતી બાદ હવે આ અંગેના પુરવાઅઓ પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ સભ્યને કોઈક અજાણ્યા માણસે આ ઘટના અંગેના પુરાવાથી ભરેલી આખી પેન ડ્રાઇવ મોકલી છે જે બાદ મામલો ગરમાયો છે. આ પેન ડ્રાઇવમાં 200 વીડિયો હોવાનું કહેવાઈ રહ્યુ છે જે વિદ્યાર્થીઓનું જાતીય શોષણ બાબતે છે.
ખુલાસો થતો છે કે જે રૂમમાં માસૂમ બાળકને માર મરાયો અને શારીરિક સંબંધ બાંધાયા તે 2 લોકોના ચહેરા દેખાતા નથી પણ વીડિયોમાં આચાર્યનો જે રૂમ દેખાય છે તે અને અહિંની શાળાના આચાર્યનો રૂમમા સમાનતા છે. આ ઘટનાને 3 મહિના થઈ ગયા છે પણ હવે આ પેન ડ્રાઇવ સામે આવતા એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. જો કે પ્રાથમિક રિપોર્ટ બાદ આચાર્ય નિશાંત વ્યાસને સસ્પેન્ડ કરી દેવાયો છે.
હજુ સુધી કોઈ એકશન ન લેવાતા બાળ અધિકાર અને માનવ અધિકાર પંચ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સાથે પેન ડ્રાઇવ વિશે શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે અમારી ઓફિસે અજાણી વ્યક્તિ પેનડ્રાઇવ મૂકી ગઈ છે. આ પેન ડ્રાઇવ સાથે એક કાગળ પણ હતું જેમા લખ્યુ હતુ કે પેનડ્રાઇવ શિક્ષણ સમિતિના દરેક સભ્યને આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કાર્યવાહી થઇ નથી એટલે તમારા સુધી પેનડ્રાઇવ પહોંચાડી છે’ આ બાદ પેન ડ્રાઇવ ચેક કરતા જાતીય શોષણના 200 વીડિયો તેમાથી મળી આવ્યા છે.