વિધાનસભા ચૂંટણી આવે એટલે નેતાઓ પર હુમલા થતા જ રહે છે. એમાં પણ હવે સુરતમાં જે બન્યું એ ખરેખર પીડાદાયક છે. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈ કાલે જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડતા જોવા મળી રહ્યા છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું હતું. તેમનું માથું લોહી લુહાણ થયું છે. આમ આદમી ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. જો કે હજુ સાચી હકીકત સામે આવી નથી અને બધા પોતાની રીતે હવામાં વાતો કરી રહ્યા છે.
જો કે પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને આ મામલામાં કાપોદ્રા પોલીસમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. કલમ 323,324, 143, 147, 148, 294ખ, 304, 506 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં પણ કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવાની વાત કહી છે.
ગુજરાતમાં ગુંડાઓ સામેની આ લડાઈમાં આમ આદમી પાર્ટીને તમારા સહકારની જરૂર છે..!
જે લોકો આમ આદમી પાર્ટીને સમર્થન કરતા હોય તેવા લોકો અમારી સાથે જોડાય અને સુરત પોહચે..!
આપ પ્રદેશ પ્રમુખ- @Gopal_Italia#Gujarat pic.twitter.com/H38QcvULW6
— AAP Gujarat (@AAPGujarat) August 30, 2022
પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લોકો પાસે મદદ માંગી છે અને તેમને સુરત આવવા આહ્વાન કર્યું છે. તેમણે ગુજરાત આપના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી એક વીડિયો મેસેજ મુક્યો છે અને લોકોને સુરતમાં એકઠા થવાનું આહ્વાન કર્યું છે. તમે આ નીચેના વીડિયોમાં સાંભળી શકો છો કે ગોપાલ ઈટાલિયાએ શું વાત કરી છે.
આ સાથે જ વાત કરવામાં આવે તો ઘટના બન્યા પછી આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને રાજકારણ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત તો થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે. આરોપી તરીકે ફરિયાદીએ નોંધાવેલ નામ વિશે જો વાત કરીએ તો દિનેશ દેસાઈ, ભરત ઘેલાની, કાંતિ સાનગઠિયા, ભાવેશ ઘેલાની, કિશન દેસાઈ, કલ્પેશ દેવાણી, મહેશ સાકરીયા, મહેન્દ્ર દેસાઈના નામ સામે આવી રહ્યા છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે સજાની કેવી જોગવાઈ થાય છે.