અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે. ત્યારે આ યાત્રામાં જામનગરના યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વાદળ ફાટતા તમામ યાત્રિકોને સંગમ ઘાટી પાસે રોકી દેવામાં આવ્યા હતા. જેના કારણે યાત્રિકોને ફરજિયાત અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના ૨૦ યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. જેમણે હાલ સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા. આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કરાયું છે. સુરત જિલ્લા માટે પણ રાહતના સમાચાર મળી રહ્યા છે.
સુરત જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. ૮૫ જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાંથી યાત્રાએ ગયા હતા. જેમાં શહેર અને જિલ્લામાંથી કુલ ૪ જેટલી બસ શ્રીનગર પહોંચી હતી. પરંતુ ગતરોજ વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ ગયેલા લોકોના પરિવારજનો ચિંતિત બન્યા હતા. જામનગરથી અમરનાથ યાત્રાએ ગયેલા પરેશ આશાવર ભોયરાજે જણાવ્યું હતું કે, હાલ હું અમરનાથ યાત્રા ચાલીને ગયો છું.
જે મેં આજે બપોરે ૧૨ વાગ્યે અમરનાથ બાબાના શાંતિથી દર્શન કરી લીધા છે અને દર્શન કરીને હું નીચે ઉતરી ગયો છું. હાલ બાલતાલમાં વિશ્રામ આરામ કરું છું. આજે અમરનાથ ગુફાની બાજુમાં ૫ વાગ્યે વાદળું ફાટ્યું છે. ત્યા ઘણું નુકશાન થયું છે. પરંતુ હું સહી સલામત છુ. બાબા અમરનાથના આર્શીવાદ તથા આપ બધાની દુવાથી મને કોઈ જાતની પરેશાની થઈ નથી.
નોંધનીય છે કે, અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે..જ્યારે ૪૦થી વધુ યાત્રી ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યૂની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે..શુક્રવારે અમરનાથ ગુફાથી ૨ કિલોમીટર દૂર વાદળ ફાટ્યું હતું..જેથી યાત્રીકોના ટેન્ટ વચ્ચેથી ધમસમસતો પાણીનો પ્રવાહ પસાર થયો હતો..જાે કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.અને અત્યાર સુધી ૩૫૦૦થી વધુ યાત્રીકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.