ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂની રેલમછેલમના દ્ર્શ્યો સામે આવી રહ્યા છે. બોટાદના લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીની ધજીયા ઉડાવતો વીડિયો સુરતમાંથી સામે આવ્યો છે. આ વીડિયો શહેરના પાંડેસરાના નાગસેન નગરનો છે. વીડિયોમા એક શખ્સ દેશી દારૂનો થેલો ભરીને એક અવાવરુ જગ્યાએ જતો દેખાઈ રહ્યો છે. આ બાદ તેની પાસેથી દારૂ લેવા અન્ય લોકો ત્યા આવે છે અને દારૂ પીવે છે.
પાંડેસરામાં ખ્લ્લ્લેઆમ દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થતા હવે દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ પણ લિંબાયત વિસ્તારમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. બન્ને ઘટનાની પોલીસમાં અરજી થઇ હોવાની વાત પણ સામે આવી છે જે બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં પણ દેશી દારૂ વેચાતો હોવાનું સામે આવ્યા બાદ મીડિયાના કેમેરા જોતા જ દારૂ વેચનારા શખ્સો ફરાર થઇ ગયા અને તેમનો દારૂનો જથ્થો ત્યા જ રહી ગયો હતો. આ બાદ આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સુરતના ડિંડોલીમાંથી 4.50 લાખનો વિદેશી દારૂ, તાપી નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠી, જમીનમાં દાટેલા દેશી દારૂના પીપ આ બધુ હવે અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે.