ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાય રહ્યુ છે. દરેક પાર્ટી એડીચોટીનુ જોર લગાવી રહી છે. આ વચ્ચે સમાચર આવ્યા છે કે સંઘવી સામે ટિપ્પણી મામલે ઈટાલિયા સામે પોલીસ ફરિયાદ થઈ છે. આ વિશે વિગતે વાત કરીએ ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ડ્રગ્સ મામલે એક ટિપ્પણી કરી હતી. આ બાદ આ મામલે સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગોપાલ ઈટાલિયાએ ટિપ્પણી કરતા હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા. આ સાથે તેમણે કહ્યુ છે કે ગૃહમંત્રી ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારા ફરિયાદ કરી રહ્યા છે તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.
આ બાદ હવે અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે હજુ તો ઘણી ફરિયાદ થશે અમારી સામે. ડંડાથી મારવામાં પણ આવશે, CBI અને ED પણ આવશે. તમામ પ્રકારના પ્રયાસો અમારી સામે કરવામાં આવશે. હવે આ સમગ્ર મામલે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલિયાની સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે. હવે આ મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું છે કે ડ્રગ્સ પકડાય છે એ સારી બાબત છે પણ વારંવાર ડ્રગ્સ ગુજરાતમાં જ કેમ આવે છે, માફિયાઓને એવું કેમ લાગે છે કે ગુજરાતમાંથી જ ડ્રગ્સ મોકલવું, શું કોઈ નેતાઓનો તેમને સપોર્ટ મળી રહ્યો છે?