સુરત ક્રાઈમ બ્રાંચની નજરે છેલ્લા 2 વર્ષથી ડ્રગ્સ માફિયા દિલીપ ગૌડા રહ્યો છે જેની ધરપકડ કરાઈ હવે છે. દિલીપ ગૌડાની ઓડિશામા હોવાનુ જાણવા મળતા સુરત ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો હતો. મળતી માહિતી મુજબ દિલીપ પોતાના સંબંધીના 12માની વિધિમાં અહી આવવાનો હતો તે અંગેની જાણ અગાઉથી જ સુરત ક્રાઈમ બ્રાંચને થઈ ચૂકી હતી.
આ વિશે વિગતે વાત કરીએ તો દિલીપ ગૌડા ઓરિસ્સાના નક્સલવાદી વિસ્તારમાં ગાંજાનું વાવેતર કરતો અને આ જેરને તે આખા દેશમા ફેલાવતો હતો. ખાલી ગુજરાતમા જ છેલ્લા 2 વર્ષમાં 3500 કિલો ગાંજો તેણે પહોંચાડ્યો હતો જેમા 2020માં સુરત ક્રાઈમ બ્રાંચે પુણા વિસ્તારમાંથી 564 કિલો ગાંજો, 2021માં પણ 1 હજાર 9 કિલો ગાંજો પકડી પાડ્યો હતો. ત્યારબાદ દિલીપ ગૌડા ક્રાઈમ બ્રાન્ચની નજરે હતો.
સુરત ક્રાઇમ બ્રાંચના PI લલિત વાગડિયાએ આ અંગે માહિતી આપતા કહ્યુ છે કે ‘સિટીના બે ગુના છે. એની અંદર એક 564 કિલો ગાંજો એટલે કે 56 લાખનો ગાંજો અને ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે બીજો 1009 કિલો એટલે કે 1 કરોડ ઉપરનો ગાંજો પકડી પાડ્યો હતો. આ સિવાય પલસાણા પોલીસે 1 કરોડ ને 10 લાખ, કોસંબા પોલીસે પણ 80 લાખ ઉપરનો ગાંજો પકડ્યો હતો.