સુરત શહેર ક્રાઈમ કેપિટલ બની રહ્યુ છે. અહી દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે, ગુનાખોરી આચરવામાં પણ અહીંના ગુનેગારો અશ્લીલ બની રહ્યાં છે. વિચારમાં પણ ન આવે તેવી હદ વટાવી રહ્યાં છે. સુરતમાં કેટલાક મિત્રોએ મળીને એક મિત્ર સાથે એક અશ્લીલ હરકત કરી કે, તેનો જીવ ગયો છે. મિત્રોની મજાક મસ્તીએ યુવકનો ભોગ લીધો. ૧૫ દિવસ અગાઉ પલસાણામાં કારીગરે મજાક મસ્તીમાં સહકર્મીના ગુદામાર્ગે પાઇપ નાંખી હવા ભરતા ઇજા પામેલા કારીગરે આખરે દમ તોડ્યો છે.
પોલિસે સહકર્મી વિરુદ્ધ સહ અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
પલસાણાની એક મિલમાં પંદર દિવસ અગાઉ એક યુવાને મજાક મસ્તીમાં સહકર્મીના ગુદા માર્ગે હવાનો પાઇપ અડાડી યુવાનના પેટમાં હવા ભરાઈ ગઈ હતી. જેથી યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ યુવાન કામદારનું મોત થયા પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ફરહાન પાર્કમાં આવેલ સુરેશભાઈની બિલ્ડીંગમાં રહેતા મોહમદ શાહબુદ્દીન મોહમદ દુલારા (ઉ.વ ૨૮. મૂળ રહે.ખીરીપૂર, યુનુમિયા ગલી, હાવડા, પ. બંગાળ) પલસાણામાં આવેલ કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. ગત ૩૦ જાન્યુઆરીના રોજ મિલમાં ફરજ દરમિયાન સહકર્મી હેલ્પર કૃષ્ણા કાન્હાલાલ ચૌધરી (૧૯) એ મજાકમાં શાહબુદ્દીનના ગુદાના ભાગે એર મશીનનો પાઇપનો છેડો અડાડી દીધો હતો.
જેથી ગુદા માર્ગે હવા શાહબુદ્દીનના પેટમાં હવા જતા પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. શાહબુદ્દીનને પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી ત્યાર બાદ ચલથાણ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ૧૭ ફેબ્યુઆરીના રોજ શાહબુદ્દીનનુ મોત નિપજ્યુ હતું. આ મામલે પોલીસે કૃષ્ણા ચૌધરી વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુન્હો નોંધવાની તજવીજ હાથધરી છે.