ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટરી દુલ્હનના કિસ્સાઓ આવતા રહે છે. જેમાં લગ્નવાંચ્છુક યુવકો સાથે પરપ્રાંતિય યુવતીઓના મંદિરમાં લગ્ન કરાવી થોડા દિવસોમાં જ યુવતી ઘરમાંથી રોકડ રકમ અને દાગીના પર હાથ ફેરવી છૂમંતર થઇ જાય છે. ત્યારે આજે સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકને દલાલોએ ફસાવીએ વલસાડમાં યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના થોડા દિવસોમાં મહિલા ફરાર થઈ ગઈ હતી.
જેથી યુવકે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દલાલી કરાવનાર બે આરોપીઓને ઝડપી લઈને લુટેરી દુલ્હનને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના લાભેશ્વર વિસ્તાર ફરસાણની દુકાન ચલાવતા ગૌતમ ભાઈ ધનેશા લગ્ન માટે તેઓ એક પાત્ર શોધી રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં દલાલ અવારનવાર આવતા અને તેમને તથા તેમના પિતાને કહેતા હતા કે, તમારા દીકરાના લગ્ન કરવા હોય તો અમારા ધ્યાનમાં એક ઠેકાણું છે.
ત્યારબાદ દલાલ દ્વારા આંય એક દલાલનો સંપર્ક કરી વલસાડ લગ્નનું નક્કી કર્યું હતું. આ લગ્ન વખતે અઢી લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. તથા ૪૦ જાેડી કપડા અને દાગીના આપ્યા હતા. જાેકે લગ્ન બાદ યુવતી થોડા દિવસ ગૌતમના ઘરે રોકાઇ હતી. બાદમાં પીયર તેમના માતા ઘરે ફેરો કરવા લઈ ગયા હતા. જાેકે થોડા દિવસે પરત ન આવતા ગૌતમ ભાઈ અને તેમનો પરિવાર વલસાડ ગયા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ લોકોએ ઘણા લોકોને ફસાવ્યા છે.
જેથી તેમને છેતરપિંડીની લાગણી થઈ હતી અને પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે પણ બાતમીના આધારે હિતેશ ઉર્ફે રસિકભાઈ કાપડિયા અને ઘુઘાભાઇ ઉર્ફે દિનેશભાઈ કથડભાઈ કાછડને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને આરોપીઓએ સપના નામની મહિલા સાથે ગૌતમના લગ્ન કરાવ્યા હતા. પૂછપરછમાં માલુમ પડ્યું કે સપના ભીવંડી વિસ્તારમાં રહે છે જેથી પોલીસે સપનાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.