Surat News: અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલે વરસાદની બે સિસ્ટમ બનશે તેવી આગાહી કરી છે. ત્યારે હવે આ આગાહી પ્રમાણે ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટા પડી રહ્યા છે. પરંતુ સુરતમાં મુશળધાર વરસાદ ખાબકી પડ્યો હતો અને આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.
સુરત શહેરની વાત કરીએ તો આજે ધોધમાર વરસાદ પડતાં બફારામાં રાહત મળી છે. જ્યારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. જેના લીધે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. અલથાણ પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે. જ્યારે અનેક વાહનો બંધ પડ્યા હતા. વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
લાંબા વિરામ બાદ સુરત શહેરમાં વરસાદની એન્ટ્રી થઇ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.