સમગ્ર રાહયમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજાની એંટ્રી થઈ ગઈ છે. હજુ પણ આવનાર પાંચ દિવસ મેધમહેર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સુરતમા રાત્રિ દરમિયાન મેધરાજાની જોરદાર એન્ટ્રી થઈ અને બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. આ દરમિયાન શહેરના અમુક વિસ્તારોમા ભારે પવનને કારણે વીજળી ડૂલ થઈ ગઈ હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ નોંધાયો છે. આ બાદ કાલે રાત્રે 8થી સવારના 8 વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાના સમાચાર છે. શહેરના વરાછા ઝોન-એમાં સૌથી વધુ 46 મિમિ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર છે. શહેરના ઉધના, પાંડેસરા અને વરાછા રોડ પર પાણી હયેલા દ્ર્શ્યો સામે આવ્યા છે.
આગલા દિવસે શનિવારે પણ રાતે 12થી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં શહેરના ઉમરપાડામાં 3મીમી, કામરેજમાં 12 મીમી, ઓલપાડ-પલસાણામાં 2 મીમી, ચોર્યાસીમાં 6 મીમી, માંગરોળમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.