શિક્ષણ જગત પર કાળી ટીલી સમાન ઘટના સુરતમાં સામે આવી છે. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય પર ધગધગતા આરોપ લાગ્યા છે. શાળાના હેવાન આચાર્ય વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરતા હોય તેવો વીડિયો જાહેર થતાં સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. ખૂબ ઘૃણાસ્પદ ઘટનામાં બાળક પોતાના બચાવ માટે કણસતો હોવાનું સામે આવતા વાલીઓમાં આક્રોશનો જ્વાળા ભભૂકી ઉઠ્યો છે.
સુરતની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પર ગંભીર આરોપ લાગ્યા છે. જેમાં શાળાના આચાર્ય વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જાેકે શાળા, આચાર્ય અને વાલીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આમ આદમી પાર્ટીના નેતાઓને વિદ્યાર્થીના વાલીએ વીડિયો આપ્યો હતો.
આ મામલે વાલીએ શિક્ષણ સમિતિના સતાવાળાઓ અને મેયર તથા ગાંધીનગર સુધી ફરિયાદ કરી હોવા છતા હેવાન આચાર્ય સામે આજ સુધી કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આપના નેતાએ દાવો છે. સુરતની શાળામાં વિદ્યાર્થીના શારીરિક શોષણની દર્દનાક કહાંની વીડિયોમાં કેદ થતાં હેવાન આચાર્ય સામે પગલા લેવાના બદલે માત્ર તપાસ સમિતિ રચાયાનો આરોપ લગાવાઇ રહ્યો છે.