ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં જ PI ની લુખ્ખી દાદાગીરી, ફરિયાદ લેવાને બદલે મા-બેન સામે ગાળો આપી, મનફાવે એમ બોલ્યાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : શહેરના પાંડેસરા વિસ્તારમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરને ઢોરમાર માર્યો હતો. કિશોર સાથે જ અભ્યાસ કરતી કિશોરીના પરીવારજનોએ વહેમ રાખી ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ કરવા પોલીસ મથકે ગયા પણ ત્યાં પણ પોલીસે અભદ્ર વર્તન કરી ઉલ્ટા કિશોરના પપ્પાને લોકઅપમાં બેસાડી દીધાનો આક્ષેપ પણ પરિવારજનોએ લગાવ્યો હતો.

 

 

મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરને તેના જ કલાસમાં અભ્યાસ કરતી કિશોરીના પરિવારજનો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. કિશોરને માર મરાતા હોસ્પિટલ ખસેડાયો હતો. કિશોર સાથે જ અભ્યાસ કરતી એક કિશોરી સાથે ચક્કર હોવાના આક્ષેપ કરી કિશોરીના પરિવારજનોએ કિશોરને ફટકાર્યો હતો. જ્યારે કિશોરના પરિવારજનો પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા ત્યાં પીઆઈએ અભદ્ર ભાષામાં વાત કરી ફરિયાદ નહીં લઈ ઉલ્ટા કિશોરના પિતાને લોકઅપમાં બેસાડી દીધા હતા.

 

 

ત્યારે કિશોરના પરિવારજનો માટે તો ‘જાયે તો કહાં જાયે’ તેવો ઘાટ સર્જાયો હતો. આ મામલે કિશોરે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં બંને વાત કરતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી બંને વાત પણ કરતા નથી. કિશોરીને અન્ય સાથે સંબંધ હોઈ શકે છે, જેની તેમને ખબર નથી. પરંતુ હાલ પાંડેસરા પોલીસ પર પણ અનેક સવાલ થઈ રહ્યા છે. કારણે 8 જેટલા લોકોએ કિશોરને ફટકાર્યો છે. હાલ પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે. જો કે, યુવકની ફરિયાદ લેવાની જગ્યા પર યુવકને ધમકાવી જેલના સળિયા પાછા નાખવાની વાત કરી પોલીસ પર આક્ષેપો કર્યા છે.

 

પરિણીતી બાદ કંગના રનૌત આ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, આ એક્ટરના ખુલાસા બાદ ચારેકોર ચર્ચા જામી

ભારત આવ્યા ત્યારે કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં ડ્રગ્સ હતું? પૂર્વ ભારતીય રાજદ્વારીનો સનસનીખેજ દાવો

ઓફિસ અને ઘરમાં આ વસ્તુઓથી મહિલાઓને આવી શકે હાર્ટ એટેક, હાલ જ બહાર ફેંકી દો, જેથી ભોગવવું ન પડે

 

ભાઈની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચેલી યુવતીને પણ પોલીસે અભદ્ર અને ગંદી ગાળો આપી હતી, ત્યારે આ યુવતીએ જણાવ્યુ હતુ કે, સુરત પોલીસ કમિશનરે આવનારા ફરિયાદીને બેસાડી પાણી પીવડાવી તેમની સાથે સારો વ્યવહાર કરવાની સૂચના આપી છે, અને આ બાબતે ગૃહખાતાએ પણ ટકોર કરી હતી, પણ સુરત પોલીસ તો કોઈની મા-બેનની મર્યાદા રાખતી જ નથી, અને જે પ્રકારે ગાળો દીધી અને તેમના પિતાને દારૂ પીધેલાના ખોટા કેસમાં પૂરી દઈ ધમકાવતી હતી. જેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે.

 

 


Share this Article