આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ૧.૫૩ લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાયા અને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ટીમ ગુજરાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અભૂતપૂર્વ ઉજવણી કરી છે. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૧.૫૭ કરોડથી વધુ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં જોડાયા હતા. એટલે કે અંદાજ કરતા ૩૨ લાખ વધુ નાગરિકો યોગાભ્યાસમાં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટ કરીને સુરતના વિશ્વ વિક્રમ બદલ ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો ઉપરાંત તમામ જિલ્લાઓમાં ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ૧.૫૩ લાખ નાગરિકો કુલ ૧૨.૫ કિમી પાથ પર આ યોગાભ્યાસ કરી ટીમ ગુજરાતે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યું છે.
રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં અમદાવાદમાં ૩૫,૭૫,૧૨૫, અમરેલીમાં ૧,૮૨,૩૨૫, આણંદમાં ૨,૯૨,૯૭૨, અરવલ્લીમાં ૨,૮૨,૪૫૬, બનાસકાંઠામાં ૩,૨૫,૪૮૩, ભરૂચમાં ૩,૨૪,૬૮૭, ભાવનગરમાં ૫,૯૮,૩૪૮, બોટાદમાં ૨,૧૪,૮૭૯, છોટા ઉદેપુરમાં ૧,૯૮,૩૪૨, દાહોદમાં ૧,૧૯,૨૪૮, ડાંગમાં ૧,૦૯,૭૨૪, દેવભૂમિ દ્વારકામાં ૧,૯૫,૪૩૯, ગાંધીનગરમાં ૫,૯૪,૮૯૪, ગીર સોમનાથમાં ૧,૯૨,૪૮૩, જામનગરમાં ૫,૯૪,૩૪૯, જૂનાગઢમાં ૫,૮૧,૭૮૬, ખેડામાં ૨,૯૯,૮૭૪, કચ્છમાં ૪,૧૩,૪૯૮, મહીસાગરમાં ૧,૩૮,૬૪૨, મહેસાણામાં ૪,૦૩,૫૪૮, મોરબીમાં ૧,૯૪,૮૨૩, નર્મદામાં ૧,૫૨,૩૪૮, નવસારીમાં ૨,૯૮,૪૭૧, પંચમહાલમાં ૨,૧૩,૬૮૪, પાટણમાં ૨,૧૮,૧૨૪, પોરબંદરમાં ૨,૮૭,૬૪૨, રાજકોટમાં ૧૦,૫૮,૩૨૮, સાબરકાંઠામાં ૨,૯૯,૪૬૮, સુરતમાં ૯,૮૧,૩૫૮, સુરેન્દ્રનગરમાં ૨,૯૫,૭૧૫, તાપીમાં ૨,૧૬,૪૮૨, વડોદરામાં ૧૫,૯૭,૪૮૨ અને વલસાડમાં ૨,૯૫,૭૪૩ મળી રાજ્યભરમાં કુલ ૧,૫૭,૪૭,૭૬૮ લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા.
આ પણ વાંચો
વીજળી પડવાનો આવો નજારો તમે આજ સુધી ક્યારેય નહીં જોયો હોય! VIDEO જોઈને લોકો કાયદેસર ધ્રૂજી ઉઠ્યા
શું એમએસ ધોની આગામી IPLમાં રમશે કે નહીં? CSK CEOના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો
રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ,મહાનગરપાલિકાઓની સાથોસાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા પોલીસ સ્ટેશનો સહિત તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકોએ ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સમગ્ર ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે.