કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે એક સૌથી મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલવે નેટવર્ક સાથે જાેડવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અંબાજીને રેલવે નેટવર્કની સાથે સાથે તરંગા-આબુ-અંબાજી-આબુ રોડને રેલ લાઈનથી જાેડાશે. નવી રેલ લાઈનને કેબિનેટ મંજૂરી આપી દેવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા-તારંગા રેલ્વે લાઇનને વાયા અંબાજી થઇ આબુરોડ સુધી લંબાવવાના રૂ. ૨૭૯૮ કરોડના પ્રોજેક્ટને કેન્દ્રના રેલ્વે મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતની રેલવે કનેક્ટિવિટી પ્રદાન કરવા અને વિકાસમાં ગતિ આપવા માટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને મંજૂરી આપી.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૨૭૯૮.૧૬ કરોડ અને ૨૦૨૬-૨૭ સુધીમાં પૂર્ણ થશે. નોંધનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકારે રૂ.૧૬૯૫.૭૨ કરોડના ખર્ચે વરેઠા રેલવે સ્ટેશનથી વાયા અંબાજી થઇ આબુ રોડ સુધી રેલલાઇન લંબાવવા યોજના ઘડી હતી. મહેસાણાથી તારંગા સુધી રેલ્વે લાઇન નંખાઇ ગયા બાદ આગળનું કામ શરૂ નહીં થતાં સાંસદ ભરતસિંહ ડાભીએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.