હજુ 15 દિવસ પહેલા જ થાર ઠોકી દીધી’તી, હવે જેગુઆરથી તથ્ય પટેલે 9 લોકોને જીવતા મારી નાખ્યાં, જો ત્યારે જ ધરપકડ…

Desk Editor
By Desk Editor
Share this Article

આખા ગુજરાતને ધ્રુજાવી નાખનાર અને 9 લોકોના હત્યારા તથ્યને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્યએ 15 દિવસ પહેલા પણ અમદાવાદમાં અકસ્માત સર્જ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે, તથ્યએ 3 જુલાઇએ અમદાવાદના પોશ વિસ્તાર એવા સિંધુભવનની એક રેસ્ટોરન્ટમાં થાર ઘુસાડી દીધી હતી. સમગ્ર ઘટનામાં રેસ્ટોરન્ટની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી.

ACCIDENT

હત્યારા તથ્યએ સર્જેલા આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે, જો કે 15 દિવસ પહેલા સર્જેલા અકસ્માતમાં જો તથ્ય સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ 9 લોકોના જીવ બચી ગયા હોય તેવી લોકોએ હૈયાવરાળ ઠાલવી હતી.


Share this Article