અમદાવાદ ઈસ્કોન બ્રિજ કેસમાં આરોપી તથ્ય પટેલની કારની સ્પીડને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો છે. તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. ઈસ્કોન બ્રિજ પર 20 જૂલાઈને ગુરુવારે અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. જોકે પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતાં તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં સાથે રહેશે.
ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જ્યો ત્યારે જેગુઆર કાર 142.5 કિમી પ્રતિ કલાકની ઝડપે તથ્ય ચલાવતો હતો. આરોપીના ચારેય મિત્રોને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એ.પરમારની ચેમ્બરમાં લઈ જવાયા છે. ત્યાં તેમના સાક્ષી તરીકે નિવેદન લેવાશે. સૌ પહેલાં શ્રેયાને ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં લઈ જવાઇ હતી. બીજા નંબરે શાન, ત્યાર બાદ ત્રીજા નંબરે ધ્વનિને અને છેલ્લે માલવિકાને નિવેદન લેવા બોલાવાઈ હતી. ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નિવેદન લેવાયા હતા. અકસ્માત સમયે તથ્યની કારમાં સવાર તેના મિત્રોના સાક્ષી તરીકે નિવેદન લેવાયા હતા, જેનું વીડિયો રેકોર્ડિંગ કરાયું હતું.
વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર 1000 વર્ષથી પાયા વગર ઊભું છે.
2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??
‘મારો કેસ સીમા હૈદર જેવો નથી, હું 2 દિવસમાં પરત આવીશ’, પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુ સાથે વાતચીતમાં ખુલાસો
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 3 દિવસની રિમાન્ડ પુર્ણ થતાં પોલીસે તથ્યને ગ્રામ્યકોર્ટમાં રજુ કર્યો. જો કે પોલીસે રિમાન્ડ ન માગતાં ગ્રામ્યકોર્ટે તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો. જેને લઇને તથ્ય પટેલને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ન્યાયિક જાપ્તામાં રાખવામાં આવશે. ચુકાદા સાથે જ જેલતંત્રએ તથ્ય પટેલને કેદી નંબર – 8683 નંબર ફાળવ્યો. તો બીજી બાજુ તથ્યના બળાત્કારી પિતાને પણ જેલહવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ કેદી જેલમાં કેદી નંબર – 8626થી ઓળખવામાં આવશે. હવે તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં સાથે રહેશે. મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરી છે.